+

Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો

Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહીં છે. આ સાથે આવતી કાલે શનિવારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. સુત્રો દ્વારા…

Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહીં છે. આ સાથે આવતી કાલે શનિવારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે દેશમાં લોકસભાની ચૂંટણી કુલ સાત ચરણમાં યોજાવાનું અનુમાન છે. મહત્વની વાત એ છે કે, લોકસભાની ચૂંટણી સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ શકે છે. આંધ્ર પ્રદેશ, ઓરિસા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવીની છે. આ ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાઈ શકે છે.

લોકસભાની ચૂંટણીના આંકડા

દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરદાર રીતે ચાલી રહીં છે. અત્યારે જો મતદાતાઓના આંકડાની વાત કરવામાં આવે તો 8 ફેબ્રુઆરીએ જાહેર થયેલી મતદાર યાદી પ્રમાણે 2024 ની લોકસભા ચૂંટણીમાં કુલ 96.88 કરોડ લોકો મતદાન કરવાના છે. જેમાંથી પુરુષોની સંખ્યા 49.72 કરોડ છે, જ્યારે મહિલાઓની સંખ્યા 47.15 કરોડ છે અને અન્ય મતદાતાઓની વાત કરવામાં આવે તો તેઓની સંખ્યા 48 હજારથી વધારે છે. આ સાથે જો લિંગ આધારિત મતદાતાઓની ગણતરી કરવામાં આવે તો તે રેશિયો 948 નો છે. તેનો મતલબ કે, દર હજાપ પુરૂષોએ 948 મહિલા મતદાતાઓ છે. દેશની કુલ વસ્તીના સંદર્ભમાં જોવા જઈએ તો 66.76% મતદાતાઓ છે. જે 2024 ની લોકસભા ચૂંટણીમાં દેશનું ભવિષ્ય કોના હાથમાં રહેશે તે નક્કી કરવાના છે.

આ ઉંમરના મતદાતાઓની સંખ્યા વધારે

હવે જો ઉંમરને ધ્યાનમાં રાખીને મતદાતાઓની વાત કરવામાં આવે તો, 1.84 કરોડ મતાદાતાઓ એવા છે જેમની ઉંમર 18 થી 19 વર્ષની છે. જ્યારે 19.74 કરોડ મતદાતાઓની ઉંમર 20 થી 29 વર્ષની છે. આ સાથે સાથે 80 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓની વાત કરીએ તો તેમની સંખ્યા 1.85 કરોડ છે. આ સાથે 2,38,791 મતદારોની ઉંમર તો 100 વર્ષ કરતા પણ વધારે છે. ભારતમા અત્યારે લોકો મતદાન કરવા માટે જાગૃત થઈ રહ્યાં છે.

મતદાતાઓની સંખ્યામાં 6 % નો વધારો

તમને જણાવી દઈએ કે, દેશમાં લોકો મતદાન કરવામાં માટે જાગૃત થયા છે અને સાથે સાથે બીજા લોકોમાં જાગૃતિ માટે પણ પ્રયત્નો કરી રહ્યાં છે. 2019 ની સરખામણીએ અત્યારે મતદાતાઓની સંખ્યામાં છ ટકાથી વધુનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં ભારતમાં 89.6 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. પાંચ વર્ષમાં મતદાતાઓની સંખ્યામાં 7.28 કરોડનો વધારો થયો છે. જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા જે 2019 માં 46.5 કરોડ હતી તે વધીને 2024 માં 49.72 કરોડ થઈ ગઈ છે. જેથી પુરુષ મતદાતાઓની સંખ્યામાં 3.22 કરોડનો વધારો નોંધાયો છે.

2019માં 43.1 કરોડ મહિલા મતદાતા હતી

મહિલા મતદાતાઓની વાત કરવામાં આવે તો 2019માં 43.1 કરોડ મતદાતા હતી, જે સંખ્યા 2024 માં વધીને 47.15 કરોડ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 4.05 કરોડ મહિલા મતદાતાઓનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, પુરૂષોની સરખામણી મહિલા મતદાતાઓની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો છે. પુરુષોની સંખ્યામાં 88 લાખ મહિલા મતદાતાઓ વધી છે. જે ભારત માટે ખુબ જ સારી વાત છે. દેશમાં મહિસાઓ આગળ આવી રહીં છે અને ખાસ કરીને મતદાન કરવા માટે આગળ આવે તે દેશના વિકાસમાં ખુબ જ સારી બાબત છે.

 

આ મુદ્દાઓને લઈને લોકો કરશે મતદાન

સૌ કોઈ જાણે છે કે, લોકસભાની ચૂંટણી હોય કે, વિધાનસભાની ચૂંટણા હોય! લોકો અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ પોતાનો મત આપતા હોય છે. અત્યારે સુધી જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ યોજાઈ છે તેમાં કોઈને કોઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન થતું આવ્યું છે. ત્યારે હવે 2024 ની લોકસભા ચૂંટણીમાં લોકો કયા મુદ્દાને ધ્યાનમા રાખીને મતદાન કરશે? 2024 ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો, રામ મંદિર, વિકાસ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન થવાનું છે.

22 જાન્યુઆરીએ થઈ હતી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

લોકસભાની ચૂંટણી પહેલા જ રામ મંદિર બનાવી દેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પર કરવામાં આવી હતી. અત્યારે ભાજપના નેતાઓથી લઈને મંત્રીઓ લગાતાર રામ મંદિરના દર્શન કરવા માટે અયોઘ્યા જઈ રહ્યાં છે. આ સાથે સાથે વિપક્ષના નેતાઓ પણ અત્યારે રામ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યાં છે. જેથી રામ મંદિર ચૂંટણીમાં મતદાન માટે મુખ્ય મુદ્દો બની રહેશે. અત્યાકે રાજકીય પાર્ટીઓ રામ મંદિરને લઈને પોતાના નિવેદનો પણ આપી રહીં છે.

શું વિપક્ષ એટલે પરિવારવાદ?

રામ મંદિર સાથે સાથે પરિવારવાદનો મુદ્દો પણ પ્રમુખ રહીં શકે છે. કારણ કે, લાલુ પ્રસાદ યાદવના બયાન પછી વડાપ્રધાને તાબરતોડ જવાબ આપ્યો હતો. જેને લઈને અત્યારે દેશમાં પરિવારવાદની પણ સારી એવી ચર્ચાઓ થઈ રહીં છે. ભાજપ વિપક્ષને પરિવારવાદનું ગઠબંધન કહીં રહીં છે. ત્યારે સામેની બાજું વિપક્ષના નેતાઓ પણ મોદીપર પરિવારવાદને લઈને સવાલો કરી રહ્યાં છે. અત્યારે ભારતમાં સોશિયમ મીડિયામાં ‘મોદી કા પરિવાર’ નામથી મીડિયા અભિયાન પણ ચાલી રહ્યું છે. જેથી આ મુદ્દો પણ મતદાન માટે અસરદારક સાબિત થશે.

વિકાસનો મુદ્દો પણ પ્રમુખ રહેશે

2024 ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો તેમાં વિકાસનો મુદ્દો પણ પ્રમુખ ગણી શકાય. જોકે, આ મુદ્દો તો અત્યાર સુધીની તમામ લોકસભાની ચૂંટણીઓ માટે પ્રમુખ મુદ્દો જ રહ્યો છે. કારણ કે, દેશનો વિકાસ ના થાય તો સ્વાભાવિક છે કે, લોકો સરકાર બદલી જ દેવાના છે. જેથી અત્યારે ભાજપ વિકાસકાર્યોની વાત કરીને પોતાનો પ્રચાર કરી રહીં છે. તેના સાથે સાથે વિપક્ષ પણ પોતે ક્યા વિકાસના કામો કરશે તેનો પ્રચાર કરે છે. એટલું જ નહીં પરંતુ વિપક્ષ અત્યારે ભાજપ પર પણ વિકાસને લઈને આક્ષેપો કરી રહ્યું છે.

ભ્રષ્ટાચારીને ધ્યાનમાં રાખીને પણ થશે મતદાન

ચૂંટણી પ્રચારની વધુ વાત કરવામાં આવે તો ભાજપ સમગ્ર ચૂંટણી દરમિયાન આ મુદ્દે વિપક્ષને ઘેરતો જોવા મળશે. ચૂંટણી પહેલા ખુદ વડાપ્રધાન મોદી પોતાના ભાષણોમાં વિપક્ષી નેતાઓના ઘરો પર દરોડા દરમિયાન મળી આવેલી નોટોના બંડલનો ઉલ્લેખ કરતા રહ્યા છે. તે જ સમયે, વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે વિપક્ષના નેતાઓ પર જ દરોડા પાડવામાં આવે છે. ભાજપમાં જોડાનાર ભ્રષ્ટાચારી સામે કોઈ પગલાં લેવાતા નથી. ચૂંટણી દરમિયાન આવા નેતાઓના નામ પણ વિપક્ષ દ્વારા સતત લેવામાં આવશે. આ સાથે સાથે બેરોજગારીનો મુદ્દો પણ એટલો જ ભાગ ભજવશે. વિપણ પણ બેરોજગારીના મુદ્દાને લઈને ભાજપને સવાલો કરી રહ્યું છે. જ્યારે બીજેપી પણ પોતે આપેલા રોજગારની યાદીની વિગતો આપી પ્રચાર કરી રહી છે.

આ મુદ્દો પણ રહેશે અસરકારક

સૌથી કોઈ જાણ છે કે, ભારતમાં જાતિગત રીતે જન ગણતરીને લઈને વિપક્ષ પોતાનો પ્રચાર કરી રહ્યું છે. અત્યારે દેશમાં જાતિગત રીતે વસ્તી ગણતરી નથી થઈ રહીં પરંતુ વિપક્ષ પોતાના પ્રચારમાં આ રીતે વસ્તી ગણતરી કરવાની વાત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન પણ વિપક્ષ આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહીં છે. ભાજપ આ મુદ્દા પર સતત કહે છે કે દેશમાં માત્ર ચાર જાતિઓ છે. આ જાતિઓ ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો છે. ચૂંટણી દરમિયાન પણ આવા જ દાવા અને કાઉન્ટર ક્લેમ કરવામાં આવશે.

કઈ પાર્ટીમાંથી કોણ છે પીએમનું દાવેદાર?

લોકસભાની ચૂંટણીમાં અત્યારે પાંચ પ્રમુખ ચહેરાઓ છે જેના આધારે લોકો પોતાનો મત આપવાના છે. ઉલ્લેખનીય છે કે, 2014 થી લઈને અત્યાર સુધીમાં બીજેપીએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો જ ચહેરો આગળ રાખ્યો છે. જ્યારે અત્યારે પણ 2024 ની લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે રાહુલ ગાંધીનો ચહેરો આગળ છે. જ્યાકે ટીએમસી મમતા બેનર્જીને આગળ રાખી ચૂંટણી પ્રચાર કરી રહીં છે. આ સાથે લોકસભા સીટોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યમાં લોકસભાની 80 બેઠકો છે. જેથી અહીં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના પ્રચારનો ચહેરો છે. જ્યારે બિહારની વાત કરવામાં આવે તો આરજેડી નેતા તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષના મહાગઠબંધન અભિયાનનો ચહેરો હશે.

આ પણ વાંચો: Amit Shah in Gujarat : ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો, જાણો ક્યાં અને ક્યારે યોજાશે?
આ પણ વાંચો: EC : સાંજે 4 વાગે ચૂંટણી પંચ તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરશે
આ પણ વાંચો: Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…
Whatsapp share
facebook twitter