+

Powerful People of Bharat: જાણો કોણ છે ભારત 10 શક્તિશાળી વ્યક્તઓ? આ રહીં યાદી

Powerful People of Bharat: ભારતમાં વિશ્વના સૌથી તાકાતવાન નેતાઓ વસે છે. વિશ્વના રાજનેતાઓ અને ભારતના રાજનેતાઓની વાત કરવામાં આવે તો ભારતના રાજનેતાઓ અત્યારે આ દોડમાં ખુબ જ આગળ નીકળી ગયા…

Powerful People of Bharat: ભારતમાં વિશ્વના સૌથી તાકાતવાન નેતાઓ વસે છે. વિશ્વના રાજનેતાઓ અને ભારતના રાજનેતાઓની વાત કરવામાં આવે તો ભારતના રાજનેતાઓ અત્યારે આ દોડમાં ખુબ જ આગળ નીકળી ગયા છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી શક્તિશાળી ભારતીય બની ગયા છે. ‘મોસ્ટ પાવરફુલ ઈન્ડિયન 2024’ની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજા ક્રમે છે. ટોચના 10માં મોટાભાગના કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતના સૌથી શકિતશાળી ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં અરબપતિ ગૌમત અદાણી અને ભારતના મુખ્ય જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું નામ પણ ભારતના 10 શક્તિશાળી ભારતીયોમાં આવે છે. આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો તેઓ આ યાદીમાં 16 માં સ્થાને આવે છે. જો અરવિંદ કેજરીવાલ આ યાદીમાં 18માં સ્થાને છે.

તો ચાલો જાણીએ કોણ છે ભારતના 10 શકિતશાળી ભારતીય

01. વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મીડિયા રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની શકિતશાળી ભારતીયોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. પીએમ મોદીના એક્સ પ્લેટફોર્મ પર 9.56 કરોડ ફોલોવર્સ છે. જે વિશ્વના દરેક રાજનેતા કરતા સૌથી વધારે છે. માટે જ તેઓ વિશ્વાના સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે.

02. અમિત શાહ

બીજા નંબરે આવતા ભારતીય શકિતશાળી વ્યક્તિની વાત કરવામાં આવે તો પીએમ મોદી પછી ભારતીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે છે. ઉલ્લેખનીય છે કે, તેમને ભાજપના મુખ્ય રણનીતિકાર અને ચાણક્ય કહેવામાં આવે છે.

03. મોહન ભાગવત

આ યાદીમાં આરએસએસના સરસંઘચાલક ત્રીજા સ્થાને છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર અભિષેક સમારોહ દરમિયાન ભાગવત પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. આનાથી સ્પષ્ટ સંદેશો ગયો કે RSSના સરસંઘચાલકનો શાસક પક્ષ સાથે કેવો સંબંધ છે.

04. ડી વાય ચંદ્રચૂડ

આ યાદીમાં આવતા ચોથી ભારતીય શક્તિશાળા વ્યક્તિની વાત કરવામાં આવે તો, મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડનું નામ આવે છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે આ ચૂંટણી વર્ષમાં, દરેક નિર્ણય પર તે કેવી રીતે મામલો સંભાળે છે તેના પર બારીકાઈથી નજર રહેશે. ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થશે.

05. એસ જયશંકર

આ યાદીમાં પાંચમાં ક્રમે વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ આવે છે. વિદેશ મંત્રી એસ જયશંકર પોતાની મજબૂત કુટનીતિના કારણે વિશ્વમાં ભારતને આગવી ઓળખ ઊભી કરી અને માન-સન્માન અપાવ્યું છે. તેમની કટ ટૂં કટ જવાબ આપવાની કળા માટે વિદેશીઓ અચરજમાં રહી જાય છે. પશ્ચિમી દેશોને તેમની ભાષામાં જવાબ આપવો હોય કે પછી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરવી હોય, જયશંકર હંમેશા સમાચારમાં રહે છે. રશિયાના તેલ પ્રતિબંધ અને ખાલિસ્તાન મુદ્દા દરમિયાન તેમના તીક્ષ્ણ પ્રતિભાવોએ વૈશ્વિક મુત્સદ્દીગીરીની રમતમાં ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે.

06. યોગી આદિત્યનાથ

નાથપંથના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના સૌથી પ્રમુખ નેતાઓમાંના એક છે. આ સાથે તેઓ રાજ્યમાં લોકસભા વિસ્તારમાં સૌથી વસ્તી ધરાવે છે અને તેઓ પાંચ વખત તો સાંસદ બની ચૂક્યા છે. એ વાત તો પણ ખાસ છે કે, ભાજપની ડબલ એન્જિનની સરકાર અને યોગી આદિત્યનાથના રાજમાં રામ મંદિરનું નિર્માણ થયું છે. જેના કારણ ભારતમાં તેમનો ચાહક વર્ગ પણ ખુબ જ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ ભારતની શક્તિશાળી લોકોમાં 06 ક્રમે આવે છે.

07. રાજનાથ સિંહ

આ યાદીમાં સાતમાં ક્રમે ભારતના કેન્દ્રીય રક્ષા મંત્રી અને કેબિનેટમાં પીએમ મોદીના સૌથી વરિષ્ઠ સહયોગી રાજનાથ સિહં આવે છે. રાજનાથ સિંહ તેમની ‘ટ્રબલશૂટર’ ઇમેજ માટે તમામ પક્ષોના નેતાઓમાં ખૂબ આદર અનુભવે છે.

08. નિર્મલા સીતારમન

આ યાદીમાં આઠમાં ક્રમે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહિલા નાણામંત્રી છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતની અર્થવ્યવસ્થાએ સતત ત્રણ વર્ષ સુધી 7% વૃદ્ધિ નોંધાવી હતી.

09. જેપી નડ્ડા

આ યાદીમાં આવતા નવમાં શક્તિશાળી ભારતીયની વાત કરવામાં આવે તો જેપી નડ્ડાનું નામ આવે છે. જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જેપી નડ્ડા ભાજપના સંગઠનનું નેતૃત્વ કરનાર મુખ્ય વ્યક્તિ છે. ગયા વર્ષે તેમનો કાર્યકાળ લંબાયો હતો.

10. ગૌતમ અદાણી

અવું નથી કે આ દેશના શક્તિશાળી લોકોની યાદીમાં માત્ર રાજનેતાઓ જ આવે છે. આ યાદીમાં 10માં ક્રમે ગૌતમ અદાણી આવે છે. $101 બિલિયનની નેટવર્થ સાથે ટોચના 10 શક્તિશાળી ભારતીયોમાં ગૌતમ અદાણી એકમાત્ર બિઝનેસ ટાયકૂન છે. અદાણીના નજીકના હરીફ અબજોપતિ મુકેશ અંબાણી IE 100 શક્તિશાળી ભારતીયોની યાદીમાં 11મા ક્રમે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ $109 બિલિયન છે.

આ પણ વાંચો: UN માં ભારતે ફરી પાકિસ્તાનની બોલતી બંધ કરી, કહ્યુ – તમને કોઈ અધિકાર નથી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter