JP NADDA : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની ( Rajya sabha ) ચાર બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરાઇ હતી. ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP NADDA) આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જે.પી.નડ્ડાની સાથે ભાજપે મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને ડો. જસવંતસિહ પરમારને ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકીટ આપવામાં આવી છે. બપોરે વિજયી મુહૂર્તમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
આજે ગુજરાતથી ફોર્મ ભરવાનો વિશેષ લાભ મળ્યો
આ પ્રસંગે એરપોર્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યું કે મને ગુજરાતમાંથી સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે તે માટે સહુ કાર્યકરોનો અને લોકોનો આભાર વ્યક્ત કરું છું . તેમણે કહ્યું કે અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો છે. મને આજે ગુજરાતમાંથી ફોર્મ ભરવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધી ઘણવાર ફોર્મ ભરવાનો લાભ મળ્યો છે પણ આજે ગુજરાતથી ફોર્મ ભરવાનો વિશેષ લાભ મળ્યો છે. ગુજરાતથી કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે અને હું યોગ્ય રીતે કામ કરીશ. વિકાસની યાત્રામાં હું પુરુ યોગદાન આપીશ. પાર્ટીને યશસ્વી બનાવવા માટે 5 પેઢી લાગી ગઇ છે અને તેમાં કોઇએ જમીનો વેચી છે. ભાજપને 370 અને ગુજરાતમાંથી 26 સીટ તથા એનડીએને 400 પાર કરાવીશું.
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો સાથે જીતાડવા આહવાન કર્યું, માનનીય રાષ્ટ્રીય… pic.twitter.com/GzBEeayhmP
— C R Paatil (@CRPaatil) February 15, 2024
દરેક સીટ પર આપણે 5 લાખની લીડ મેળવીશું
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે દરેક સીટ પર આપણે 5 લાખની લીડ મેળવીશું. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કહ્યું કે ડે.પી. નડ્ડાજીએ અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સભા સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 400થી વધુ અને ભાજપને 370થી વધુ બેઠકો જીતાડીશું તેવું તેમણે આહ્વવાહન કરીશું. રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી ઉપસ્થિત કાર્યકરોએ નવો જોશ અને નવો ઉમંગ અને નવી ઉર્જા અનુભવી હતી. સૌએ જે.પી.નડ્ડાજીના આહ્વહાનને વધાવી લીધું હતું.
ઉમેદવારોને ભવ્યાતિભવ્ય વિજયની શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતી વચ્ચે ભાજપના આધારસ્તંભ સમા કાર્યકરોને રુબરુ મળી ધન્યતા અને આનંદ અનુભવી હતી. જે.પી.નડ્ડાજી અને રાજ્યસભાની ચૂંટણીના ગુજરાતના દરેક ઉમેદવારોને ભવ્યાતિભવ્ય વિજયની શુભેચ્છા છે.
આ પણ વાંચો—-ELECTION 2024 : રાજ્યસભાના 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ