+

Hathras Stampede : જાણો ક્યાં છુપાયો છે હાથરસ મોતના સત્સંગનો બાબા, પોલીસને મળી મોટી સફળતા…

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગ દરમિયાન નાસભાગમાં અત્યાર સુધીમાં 116 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. PM…

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગ દરમિયાન નાસભાગમાં અત્યાર સુધીમાં 116 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. PM મોદી, CM યોગી સહિત અનેક નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જો કે સત્સંગનું આયોજન કરનાર નારાયણ સાકાર હરિએ આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ઘટના બાદથી બાબાનો કોઈ પત્તો નથી આવા સમયે બાબા સાકાર હરિના લોકેશનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

રામકુટીર આશ્રમમાં હોવાની શંકા…

હાથરસ (Hathras)માં બનેલી દુઃખદ ઘટના અંગે સમગ્ર દેશે શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ ભોલે બાબા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર, ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ હાથરસ (Hathras)થી સીધા મૈનપુરીના રામકુટીર આશ્રમ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ આશ્રમની બહાર ખાનગી સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આશ્રમમાં બહારના લોકો પર પ્રતિબંધ…

તમને જણાવી દઈએ કે, મૈનપુરીના રામકુટીર આશ્રમમાં કોઈપણ મીડીયાકર્મીઓ અથવા બહારના લોકોને પ્રવેશવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. રામકુટીર આશ્રમ પહોંચેલા ભોલે બાબાને મળવાની પરવાનગી કોઈને નથી આપવામાં આવી રહી. કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબા 2 થી 3 વાગ્યાની વચ્ચે આશ્રમ પહોંચ્યા પરંતુ બહાર તૈનાત સુરક્ષાકર્મીઓમાંથી કોઈએ તેમને આશ્રમમાંથી બહાર આવતા જોયા નથી.

બાબા પર યૌન શોષણ સહિત અનેક ગંભીર કેસો દાખલ…

સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ બાબા તેમના ભક્તો સમક્ષ પોતાના વિશે ઘણા દાવા kare છે, ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. તેમણે 18 વર્ષ પહેલા કામ કર્યા બાદ VRS લીધું હતું. આ પછી તે પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા. આ પછી ભોલે બાબાએ ગામડે ગામડે જઈને ભગવાનની ભક્તિ ફેલાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેમને ઘણું દાન મળવાનું શરૂ થયું, ત્યારબાદ તેમણે વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું. થોડા વર્ષો બાદ ભોલે બાબાની સમગ્ર જીવનશૈલી બદલાઈ ગઈ. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે. વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ઉપદેશ સાંભળવા આવે છે.

આ પણ વાંચો : Hathras Stampede : મૃતદેહોના ઢગલા જોઈને સૈનિકને હાર્ટ એટેક આવ્યો? પોલીસે જણાવ્યું શું કારણ છે

આ પણ વાંચો : Hathras Stampede : સત્સંગમાં ભાગદોડ, લોકો એકબીજાને કચડી આગળ વધ્યા, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

આ પણ વાંચો : હાથરસમાં 100થી વધુ લોકોના મોતથી દેશ શોકમગ્ન, રાષ્ટ્રપતિ મુર્મૂથી લઈને રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું, જાણો કોણે શું કહ્યું

Whatsapp share
facebook twitter