+

Election 2024: કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! પંજાબમાં AAP એ તોડ્યો ગઠબંધનો સાથ

Election 2024: લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ભારે આકરી રહેવાની છે. અત્યારે કોંગ્રેસને એક ઝટકો બીજો આમ આદમી પાર્ટી દ્વારા મળ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડીને એકલા જ ચૂંચણી લડવાનો…

Election 2024: લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ભારે આકરી રહેવાની છે. અત્યારે કોંગ્રેસને એક ઝટકો બીજો આમ આદમી પાર્ટી દ્વારા મળ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડીને એકલા જ ચૂંચણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એલાન કરતા પહેલા આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે આસામ માટે ત્રણ સીટોની જાહેરાત કરી દીધી હતી. મળતી વિગતો પ્રમાણે ગુરુવારે આસાસની ત્રણ સીટો માટે પોતાના ઉમેદવારના નામ આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ભારત) તેમને આ બેઠકો પરથી ચૂંટણી લડવાની મંજૂરી આપશે.

‘આપ’એ ત્રણ ઉમેદવારોના નામની જાહેરત કરી

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા એક પત્રકાર પરિષદ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે ત્રણ ઉમેદવારોના નામની જાહેરત કરી હતી. તેમણે કહ્યું કે, ડિબ્રૂગઢથી મનોજ ધનોહર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિ રાજનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે ‘અમે પરિપક્વ ગઠબંધનના ભાગીદાર છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ‘ભારત’ ગઠબંધન તેને સ્વીકારશે. આ ત્રણ સીટો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.’

કોંગ્રેસ પર લોકસભાની ચૂંટણીને લઈ ચિંતાના વાદળ

નોંધનીય છે કે, ઇન્ડિયા ગઠબંધન સાથે અનેક લોકોએ નાતો છોડી દીધો છે. થોદા દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઇન્ડિયા ગઠબંધન વિના ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવામાં નથી આવી તેથી ગઠબંધનનો સાથ છોડીને એકલા ચૂંટણી લડશું. આ પહેલા નીતિશ કુમારે પણ ઇન્ડિયા ગઠબંધન સાથે નાતો તોડી દીધો હતો. અત્યારે કોંગ્રેસ માથે લોકસભાની ચૂંટણી (Election 2024) માટે ચિંતાના વાદળો મંડરાઈ ગયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: રાજસ્થાન UCC લાગું કરવા તૈયાર! ભજનલાલ સાથે આ મંત્રી કરશે ચર્ચા

Whatsapp share
facebook twitter