+

Delhi કોર્ટે આતિશીને જારી કર્યું સમન્સ, 29 જૂને પૂછપરછ માટે બોલાવ્યા, જાણો શું છે આખો મામલો?

આતિશી માર્લેના હાજર હો… દિલ્હી (Delhi)ની કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ ખતમ થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અરવિંદ કેજરીવાલ બાદ હવે AAP મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમાં, દિલ્હી (Delhi) રાઉઝ…

આતિશી માર્લેના હાજર હો…

દિલ્હી (Delhi)ની કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ ખતમ થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અરવિંદ કેજરીવાલ બાદ હવે AAP મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમાં, દિલ્હી (Delhi) રાઉઝ એવન્યુ કોર્ટે આતિશીને સમન્સ મોકલીને 29 જૂને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં AAP ના નેતા અને દિલ્હી (Delhi) સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતી કે BJP દ્વારા AAP ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આતિશીએ કહ્યું હતું કે, તેણીને તેની રાજકીય કારકિર્દી બચાવવા માટે BJP માં જોડાવાની ઓફર મળી હતી અને જો તેણી આમ નહીં kare તો ED તેની ધરપકડ કરશે. આ અંગે BJP ના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે તેમની સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને આતિશીને સમન્સ પાઠવ્યું છે અને 29 જૂને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

શું CM કેજરીવાલના જામીન વધશે?

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે મંગળવારે પણ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન વધારવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, અરજીમાં AAP એ દિલ્હી (Delhi)ના CM ના જામીન સાત દિવસ વધારવાની માંગ કરી હતી.તમને ખબર જ હશે કે, અરવિંદ કેજરીવાલની દિલ્હી (Delhi) લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર માટે તેને તિહારમાંથી જામીન મળ્યા હોવા છતાં, તેણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

આ પણ વાંચો : વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

આ પણ વાંચો : MIZORAM : લેન્ડ સ્લાઇડની ઘટનામાં 10 મજૂરોએ ગુમાવ્યા જીવ, એલર્ટ હોવા છત્તા ચાલી રહ્યુ હતુ કામ

આ પણ વાંચો : Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

Whatsapp share
facebook twitter