+

Shahjahan Sheikh: સંદેશખાલી કેસના આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ, કોર્ટે કર્યો હતો હુકમ

Shahjahan Sheikh: સંદેશખાલી કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને આજે સવાર સવારમાં ધરપકડ કરી લેવામાં આવી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા અને સંદેશખાલી કાંડના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની…

Shahjahan Sheikh: સંદેશખાલી કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને આજે સવાર સવારમાં ધરપકડ કરી લેવામાં આવી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા અને સંદેશખાલી કાંડના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. શાહજહાંની પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણા જિલ્લાના મીનાખાનથી ધરપકડ કરવામાં આવી હતી. શાહજહાં શેખને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શાહજહાં પર સંદેશખાલીમાં ઘણી મહિલાઓને હેરાન કરવાનો આરોપ છે. આ ઉપરાંત અનેક લોકો દ્વારા જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. આ મામલે વિપક્ષ સતત મમતા બેનર્જીની સરકારને ઘેરી રહ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસ નેતા કરવા કોર્ટે આપ્યો હતો આદેશ

મળતી વિગતો પ્રમાણે તેની ધરપકડ પશ્ચિમ બંગાળની પોલીસ દ્વારા કોલકાતા કોર્ટના ચુકાદા પછી કરવામાં આવી છે. જેમાં કોર્ટે સ્પસ્ટ રીતે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ રોક લગાવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, સંદેશખાલી છેલ્લા એક મહિનાથી મહિલાઓ સામે જાતીય સતામણી અને હિંસાના આરોપોને લઈને અશાંતિમાં છે.

સંદેશખાળીના આરોપ બાદ શાહજહાં શેખ ચર્ચામાં

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, સ્થાનિક લોકોમાં શાહજહાં શેખ ‘બેતાજ બાદશાહ’ નામથી ઓળખાતો હતો. શાહજહાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સીમાવર્તી વિસ્તારના મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા પ્રભાવશાળી વ્યક્તિ તરીકે જાણીતો છે. સંદેશખાળીના આરોપ બાદ તે ચર્ચામાં આવ્યો છે. જો કે, આ પહેલા ઇડી પર હુમલા કરવા માટે પણ તે ચર્ચામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંદેશખાલી કેસની ચર્ચામાં આવ્યા પહેલા જ્યારે રાશન કૌભાંડના સંબંધમાં તેમના ઘર પર દરોડો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના સમર્થકોએ ED અને CAPF કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

સ્થાનિક મહિલાઓ સાથે યૌનશોષણ કર્યોનો આરોપ

ઉલ્લેખનીય છે કે, ઉત્તરી 24 પરગણા જિલ્લામાં શાહજહાં શેખ અને તેના સમર્થકોની વિરૂદ્ધમાં જમીન પચાવી પાડવી અને સ્થાનિક મહિલાઓ સાથે યૌનશોષણ કર્યોનો આરોપ લાગેલો છે જેને લઈને ત્યાં અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. ગયા મહિને, શાહજહાં શેખ કથિત રાશન કૌભાંડના સંબંધમાં તેના ઘરે દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર ટોળાએ હુમલો કર્યા પછી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: Supreme Court: બેથી વધારે બાળકો વાળા માતા-પિતા સરકારી નોકરી ભૂલી જાય, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter