+

National: કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાનના વખાણ કરી ભારત સામે ઝેર ઓક્યું

National News: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરે ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકરે…

National News: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરે ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકરે કહ્યું કે, જેટલી સારી રીતે પાકિસ્તાનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, તેવી બીજા કોઈ દેશમાં નથી થયું. તેઓ વારંવાર ભારત વિરોધી નિવેદનો આપતા રહે છે. અત્યારે તેઓ પાકિસ્તાનના વખણ કરતા જોવા મળ્યા હતાં. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો મણિશંકર ઐયરે કહ્યું કે, ‘મારો અનુભવ કહે છે કે પાકિસ્તાનીઓ કદાચ બીજી બાજુ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ મૈત્રીપૂર્ણ હશે અને જો આપણે પ્રતિકૂળ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ પ્રતિકૂળ હશે.’

મણિશંકરે ભારતની લોકતાંત્રિકતા પર પણ સવાલો કર્યા

ઉલ્લેખનીય છે કે, મણિશંકરે પાકિસ્તાનના વખાણ કરવાની સાથે સાથે ભારતની લોકતાંત્રિકતા પર પણ સવાલો કર્યા હતાં. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવના બીજા દિવસે ‘હિજર કી રખ, વિસાલ કે ફૂલઃ ભારત-પાકિસ્તાન અફેર્સ’ શીર્ષકના સત્ર દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તે કરાચીમાં કોન્સ્યુલ જનરલ તરીકે તૈનાત હતા ત્યારે દરેક વ્યક્તિ તેની અને તેની પત્નીની સંભાળ રાખતા હતા. તેમણે કહ્યું કે તેમણે તેમના પુસ્તક ‘મેમોઇર્સ ઓફ અ મેવેરિક’માં આવી ઘણી ઘટનાઓ વિશે લખ્યું છે, જે પાકિસ્તાનને ભારતીયોની કલ્પનાથી સંપૂર્ણપણે અલગ દેશ તરીકે દર્શાવે છે.

કોંગ્રેસ નેતા મણિશંકરે ભારત વિરોધ કર્યો બફાટ

મણિશંકર ઐયરે કહ્યું કે, ‘સદ્ભાવનાની જરૂર હતી, પરંતુ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર સરકાર બની ત્યારથી છેલ્લા 10 વર્ષમાં સદ્ભાવનાને બદલે વિપરીત સ્થિતિ ઊભી થઈ છે.’ ઉલ્લેખનીય છે કે, મણિશંકર ઐયર પોતાના વિવાદિત નિવેદનોને લઈને અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે. આ દરમિયાન તેમણે ફરી એકવાર ભારત વિરોધી બનાય આપ્યું. એટલું જ નહીં પરંતુ મણિશંકર પાકિસ્તાનના વખાણ કરતા પણ જોવા મળ્યા હતાં. આ સાથે કોંગ્રેસ નેતા મણિશંકરે સૂચન કર્યું કે, ‘ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોએ બંને દેશોની સરકારોને બાયપાસ કરીને ભારત અને પાકિસ્તાનની બહાર મળવાનું ચાલુ રાખવું જોઈએ.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Uttar Pradesh: INDIA ગઠબંધનને મોટો ઝટકો, જ્યંત ચૌધરીની પાર્ટી NDA માં સામેલ

Whatsapp share
facebook twitter