+

Delhi : સ્વાતિ માલીવાલનો ગંભીર આરોપ,પહોંચી પોલીસ સ્ટેશન…!

Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી (Delhi)ના…

Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) ના ઘરે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કેજરીવાલના અંગત સ્ટાફ પર આરોપ લગાવ્યો હતો. એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસને લેખિત ફરિયાદ મળી ન હતી.

માલીવાલે પીસીઆર કોલ પણ કર્યો હતો

અધિકારીએ કહ્યું કે માલીવાલે પીસીઆર કોલ પણ કર્યો હતો અને મારામારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 10 વાગ્યે બે કોલ આવ્યા હતા. સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ માટે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. હાલમાં દિલ્હી પોલીસ, સ્વાતિ માલીવાલ, આમ આદમી પાર્ટી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભાજપનો આરોપ

ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ ચોક્કસપણે સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. બીજેપી નેતા અમીલ માલવિયાએ ટ્વિટર પર લખ્યું, ‘આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીના પીએ તેમના પર હુમલો કર્યો છે. આ કોલ દિલ્હીના સીએમના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો. યાદ રહે કે, કેજરીવાલની ધરપકડ પર સ્વાતિ માલીવાલે મૌન સેવ્યું હતું. હકીકતમાં તે સમયે તે ભારતમાં પણ ન હતી અને લાંબા સમય સુધી પરત પણ આવી ન હતી

અણ્ણા આંદોલનથી અરવિંદ કેજરીવાલની નજીકના લોકોમાં

સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીના સક્રિય નેતા છે. પાર્ટીએ તેમને આ વર્ષે રાજ્યસભામાં મોકલ્યા છે. આ પહેલા તેઓ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ હતા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર ખૂબ જ સક્રિય રીતે કામ કર્યું હતું. સ્વાતિ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક છે. અણ્ણા આંદોલનથી અરવિંદ કેજરીવાલની નજીકના લોકોમાં તે છે.

આ પણ વાંચો—- PM એ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું, જાતે રોટલી બનાવી, જમવાનું પણ બનાવ્યું…

આ પણ વાંચો—– Arvind Kejriwal પર સ્વાતિ માલીવાલનો સનસનાટીભર્યો આરોપ, પૂર્વ PA દ્વારા માર મારવામાં આવ્યો…

Whatsapp share
facebook twitter