Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત માટે APPLE ના CEO TIM COOK એ કહ્યું – ‘APPLE માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર’

05:08 PM May 05, 2024 | Harsh Bhatt

TIM COOK ABOUT INDIA : APPLE ની બ્રાન્ડથી કદાચ જ કોઈ અજાણ હશે. વિશ્વભરમાં તેમની પ્રોડક્ટસનો ડંકો વાગે છે. હવે આઇફોન નિર્માતા એપલના સીઇઓ ટિમ કૂકએ ભારત માટે એક મોટું નિવેદન આપ્યું છે. ટીમ કૂકનું આ નિવેદન ભારતના ધમધમતા વિકાસને વાચા આપે છે. ભારતના ટેક રસિયાઑ તો તેનું આ નિવેદન સાંભળીને ચોક્કસપણે ખુશ થશે.

વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે ભારત સૌથી પસંદગીનું બજાર – TIM COOK

 

TIM COOK એ ભારત વિષે વાત કરતાં કહ્યું હતું કે, વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે ભારત સૌથી પસંદગીનું બજાર છે. ભારતમાં વધતો વિકાસકર્તા આધાર ટેક જાયન્ટ્સ માટે ખાસ રસનો વિષય છે. આગળ તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ભારતીય માર્કેટમાં Apple ના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે Apple માટે, ભારતીય બજારમાં ડેવલપર સપોર્ટથી લઈને માર્કેટ વ્યૂહરચના અને કાર્યક્ષમતા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.

APPLE માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર – TIM COOK

એપલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે, જેનાથી તે ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, ભારતીય બજાર અતિ ઉત્તેજક છે. એપલ માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર છે. ભારત તેના વિશાળ ટેલેન્ટ પૂલ, ઓછા ઓપરેટિંગ ખર્ચ અને સપ્લાય ચેન માટે સ્થિર વાતાવરણને કારણે વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બની ગયું છે.

ભારત વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે એક દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું – TIM COOK

ટીમ કૂકએ વધુમાં ભારતમાં ઉત્પાદન વિષે વાત કરતાં કહ્યું હતું કે. ભારતમાં સ્પર્ધાત્મક રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે કે પ્રોડક્ટસનું ઉત્પાદન ભારતમાં જ થાય. વૈશ્વિક રાજકારણમાં સતત બદલાવ વચ્ચે, ભારત વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે એક દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચો : આ કાળજાળ ગરમીમાં AC ની ઠંડી હવા મળશે સસ્તી, 71 હજારની કિમતનું AC મળશે ફક્ત 35 હજારમાં