+

Donald Trump ની ખુલ્લેઆમ ધમકી, જો ચૂંટણી ન જીત્યો તો થઇ જશે લોહીયાળ હિંસા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump પોતાના બેબાક વલણના કારણે હર હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરી તેમણે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. અમેરિકામાં…

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump પોતાના બેબાક વલણના કારણે હર હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરી તેમણે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમણે ધમકી આપી છે. જણાવી દઇએ કે, અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ખતરનાક ધમકી આપી છે અને કહ્યું છે કે જો તેઓ ચૂંટણી નહીં જીતે તો મોટાપાયે લોહીયાળ હિંસા થશે.

Donald Trump ની ખતરનાક ધમકી

ઓહાયોમાં એક જાહેર સભા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો તેઓ આ વખતે ચૂંટાયા નથી, તો દેશમાં ‘લોહીયાળ હિંસા’ શરૂ થઈ જશે. જો કે, તે સ્પષ્ટ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ટિપ્પણીનો ખરેખર અર્થ શું હતો, કારણ કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશે ફરિયાદ કરી રહ્યા હતા. ભીડને સંબોધતા, તેમણે કહ્યું કે જો તેઓ ફરીથી ચૂંટાય છે, તો ચીન અમેરિકામાં કોઈપણ વાહન વેચી શકશે નહીં, એએનઆઈએ પોલિટિકોને ટાંકીને જણાવ્યું હતું. ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકી સંસદ કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો અને તેમના સમર્થકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. ઘણા આરોપીઓને વર્ષોની જેલની સજા થઈ છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ‘બંધક’ તરીકે સંબોધ્યા છે. તેમણે કહ્યું, “તમે બંધકોની લાગણી જોઈ શકો છો અને તેઓ આવા જ છે.” ટ્રમ્પે કહ્યું કે, આ વખતે ચૂંટણીની તારીખ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. તેઓ ડાયટનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંભવિત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Trump એ ચીનને આપ્યો પડકાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જો બાઈડેન પર તીખી ટિપ્પણી કરી છે. તેમણે રાષ્ટ્રપતિ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, ‘You are dumb son of…’ જો કે, તેઓ તેમની વાત પૂરી ન કરી અને ત્યાં જ અટકી ગયા. તેમણે ફરીથી તે જ લાઇનનું પુનરાવર્તન કર્યું, જ્યાં તેમના સમર્થકો પણ તેમને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પ હંમેશા તેમની રેલીઓમાં બાઈડેન પર પ્રહાર કરતા આવ્યા છે. તે હંમેશા બાઈડેનને દોષી ઠેરવે છે અને કહે છે કે કેપિટોલ હિલ હિંસા કેસને કારણે તેમની છબી કલંકિત થઈ છે. આ સિવાય ટ્રમ્પ હંમેશા કહે છે કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ગુંડાગીરી દ્વારા પલટવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે, તેમણે મતદારોને પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો હું નહીં જીતું તો દેશમાં લોહીયાળ હિંસા થશે. જોકે, એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પની આવી ચેતવણીનો સંદર્ભ શું હતો. આ નિવેદન બાદ તેમણે ચીનને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ ચીન અમેરિકામાં પોતાની આયાત કરાયેલી કાર વેચી શકશે નહીં.

આ પણ વાંચો – Russia Presidential Elections: રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજથી મતદાનનો પ્રારંભ

આ પણ વાંચો – છેતરપિંડીના કેસમાં Donald Trump ને કોર્ટે ફટકાર્યો 355 મિલિયન US ડોલરનો દંડ

આ પણ વાંચો – Donald Trump : રાષ્ટ્રપતિ બન્યા તો શું, તમે લોકશાહીનું ગળું દબાવી રહ્યા છો…

Whatsapp share
facebook twitter