+

World Cup 2023: વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં જોવા મળશે એર-શો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિંયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે આ મેચની શરૂઆત પહેલા એરફોર્સની સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં એર શો…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિંયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે આ મેચની શરૂઆત પહેલા એરફોર્સની સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં એર શો બતાવવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ એરફોર્સના ફાઈટર જેટ દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રકારના દૃશ્યો જોઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બલ્લેબાજો દ્વારા ચોક્કા અને સિક્સર લગાવવામાં આવશે ત્યારે આકાશમાં કેપ્ટન સૂર્યકિરણની ટીમ દ્વારા અવકાશમાં અદ્ભુત પ્રદર્શન કરીને લોકોના દિલ ધડકાવવામાં આવશે.

વર્લ્ડ કપની ફાઇનલને યાદગાર બનાવવાના પ્રયાસમાં 19 નવેમ્બરે મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એર શોનું આયોજન કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને દર્શકો માટે યાદગાર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે ભારત તેની ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફીનો પીછો કરી રહ્યું છે.

સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શો યોજાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવવાની છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા પહોંચી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દુનિયાભરના લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે. ત્યારે લોકોના મનોરંજનની સાથે સાથે ભારતીય એરફોર્સ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. મેચ અગાઉ સ્ટેડિયમમાં એરફોર્સમાં સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શોનું આયોજન કરવામાં આવશે.

આ એર શો ચાર વિશેષ વિમાન દ્વારા યોજવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ સ્ટેડિયમ પર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એર શોની રિહર્સલ જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હવે ફાઇનલના દિવસે ફરી એકવાર સ્ટેડિયમમાં મેચ અગાઉ એર શો જોવા મળશે. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટી દ્વારા પણ સ્ટેડિયમ પર પરફોર્મ કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આતંર રાષ્ટ્રીય કક્ષાના નેતા પણ વર્લ્ડ કપની મેચમાં હાજરી આપે તેવી શકયતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પણ મેચને લઈને મોટા ભાગની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો – ICC World Cup 2023 : ફાઇનલ મેચ નિહાળવા માટે આવશે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter