+

Voting Craze: પુત્રી વિદેશથી આવી અને માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો, જાણો શું છે કહાણી?

Voting Craze: ગુજરાતમાં લોકસભાની યોજાનારી ચુંટણીમાં પ્રત્યેક મતદાર નિર્ભય રીતે મતદાન કરી શકે અને મતદારો તેમના મતદાનના મુળભુત અધિકારના કારણે 100 ટકા મતદાન થાય તે માટે ચુંટણી પંચ દ્વારા મતદારોમા…

Voting Craze: ગુજરાતમાં લોકસભાની યોજાનારી ચુંટણીમાં પ્રત્યેક મતદાર નિર્ભય રીતે મતદાન કરી શકે અને મતદારો તેમના મતદાનના મુળભુત અધિકારના કારણે 100 ટકા મતદાન થાય તે માટે ચુંટણી પંચ દ્વારા મતદારોમા જાગ્રૃતિ લેખવવા ખુબ પ્રયત્નશિલ છે. તેમ છતાં કેટલાક લોકો મતદાન કરવાને બદલે રજા માણતા હોય છે, કેટલાક મતદારો બહારગામ ફરવા જતા રહે છે તો કેટલાક આળસુ મતદારો મતદાન કરવા જતા નથી. પરંતુ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી ઘટના અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં બની છે.

ગીતાબેને મતાધિકારના ઉપયોગનો દ્રઢ સંકલ્પ કર્યો

કેટલાક જાગ્રુત મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દેશ વિદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી તેમના ઘરે મતદાન કરવા માટે પહોંચી જતા હોય છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સાંઈ જ્યોત રેસીડેન્સી માં રહેતા દિલિપભાઈ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. હાલ તેમનું કન્સ્ટ્રક્સન કામ બેંગ્લોર ખાતે ચાલી રહ્યું છે. દિલિપભાઈ મતદાન કરવા માટે શનીવારે રાત્રે બેંગ્લોરથી અમદાવાદ આવશે. તેથી વિશેષ બાબત એ છે કે દિલિપ પટેલના પત્નિ ગીતાબેન તારીખ 4 મેના રોજ ન્યુઝિલેન્ડ જવાના હતા. પણ ચુંટણીની તારીખ જાહેર થતાં જ તેમણે મતાધિકારના ઉપયોગનો દ્રઢ સંકલ્પ કર્યો અને ગીતાબેને મતદાન કર્યા બાદ જ ન્યુઝિલેન્ડ જવાનું નક્કી કર્યું. હવે ગીતાબેન મતદાન કર્યા બાદ 10 મી તારીખે ન્યુઝિલેન્ડ જશે. અચરજની અને ગૌરવભરી વાત એ છે કે 52 વર્ષના ગીતાબેને આજદિન સુધી એકપણ વાર મતદાન કરવાની તક ચુક્યા નથી.

ગીતાબેન પટેલ અને નિકિતા અન્ય મતદારો માટે પ્રેરણાદાયી

મતાધિકાર નો દ્રઢ સંકલ્પ કરનાર દિલિપ પટેલ અને ગીતાબેન પટેલની પુત્રી નિકિતા પણ તેના મતાધિકારને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષથી ન્યુઝિલેન્ડ રહેતી નિકિતા પટેલ ખાસ મતદાન કરવા માટે જ ન્યુઝિલેન્ડથી અમદાવાદ આવી પહોંચી છે. મતદાન કર્યા બાદ નિકિતા તેની માતા ગીતાબેન સાથે 10 મી તારીખે ન્યુઝિલેન્ડ પરત જશે. ઉલ્લેખનીય છે કે કેટલાક જાગ્રુત મતદારો મતદાન કરવા માટે વિદેશથી ભારત આવી રહ્યા છે. મતદાનના દિવસે આળસના કારણે અથવાતો કોઈપણ બહાના હેઠળ મતદાન નહીં કરી મુળભુત અધિકારનો ઉપયોગ નહીં કરતા મતદારો માટે દિલિપ પટેલ, ગીતાબેન પટેલ અને નિકિતા જેવા મતદારો પ્રેરણાદાયી બની રહે છે. કેટલાક મતદારો અસહ્ય ગરમી કે કુદરતી આપત્તિ હોય, શારિરીક રીતે સક્ષમ ન હોય, વિપરીત સંજોગો હોય તો પણ મતદાન કરવા પહોંચી જતા હોય છે.

અહેવાલ – સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો: Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

આ પણ વાંચો: Junagadh: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન, ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું

આ પણ વાંચો: Unjha ભાજપ ઉપપ્રમુખને જનસભા પૂર્વે આવ્યું હાર્ટ એટેક, સારવાર પહેલા જ થયું મોત

Whatsapp share
facebook twitter