+

ભારતમાં ઘૂસણખોરી કરતા નવ લોકોને Surat પોલીસે પકડી પાંજરે પુર્યા

Surat શહેર પીસીબી અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં છાપો મારી બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ સહિત જન્મ દાખલા સાથે દસ બાંગ્લાદેશી આરોપીઓની…

Surat શહેર પીસીબી અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં છાપો મારી બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ સહિત જન્મ દાખલા સાથે દસ બાંગ્લાદેશી આરોપીઓની ધરપકડ કરી માનવ તસ્કરીના ચાલતા રેકેટનો પર્દાફાશ કરાયો છે.

નબળી વર્ગની મહિલાઓને આપવામાં આવતી હતી લાલચ

ઝડપાયેલ આરોપીઓમાં મુખ્ય આરોપી દ્વારા બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લામાંથી ગરીબ અને નબળા વર્ગની મહિલાઓ અને યુવતીઓને વધુ પગાર અપાવવાની લાલચ આપી ટ્રેન અથવા પ્લેન મારફતે Surat લાવી સ્પામાં દેહ-વેપાર કરાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી. જ્યાં આરોપીઓ પાસેથી પોલીસે નવ મોબાઈલ, બનાવટી ભારતીય આધારકાર્ડ અને પાનકાર્ડ ,ફોર વ્હીલ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભારતમાં ઘૂસણખોરી કરવા માટે બનાવટી આધારકાર્ડ બનાવતા લોકોની ધરપકડ

સુરત શહેર એસઓજી અને પીસીબી ની ટીમે બોગસ આધાર પુરાવા ના આધારે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરતા નવ લોકોને જુદા જુદા વિસ્તારોમાં છાપો મારી ઝડપી પાડ્યા છે. ઉપરાંત આરોપીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે બનાવટી આધારકાર્ડ બનાવી મદદરૂપ બનેલા આરોપીને પણ દબોચી પાડવામાં આવ્યો છે. Surat પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, સુરત પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત બાતમીના આધારે જુદા જુદા વિસ્તારોમાં છાપો માર્યો હતો.

કુલ નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા

જ્યાંથી કુલ નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રસીદ મોહમ્મદ હમીદ, મનસુર બકર મોલ્લા, સીયાન મોહમ્મદ મનન ખલીફા, સરમીન ખાનમ ઇનાયત શેખ, મહમદ ફારુક હુસેન મોહમ્મદ હમીદ, તુલી મોહમ્મદ આલમ મંડલ, કાજોલી બેગમ મોહમ્મદ નાસીર સરદાર, મોહમ્મદ રાણા લિયાકત મોલ્લા, બહાદુર રફીક ની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતમાં કરાતી ગેરકાયદેસર ઘૂસણખોરી

આરોપીઓની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશી હોવાની ઓળખ છુપાવવા માટે બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી. જે બોગસ ડોક્યુમેન્ટ ના આધારે આરોપીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે આકાશ સંજય માનકર દ્વારા મદદ કરવામાં આવી હતી. આકાશ માણકર દ્વારા જ બાંગ્લાદેશીઓને બોગસ ભારતીય આધાર પુરાવાઓ બનાવી આપવામાં આવ્યા હતા. જે હકીકત ધ્યાને આવતા આરોપી કડોદરા ખાતે રહેતા અને શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નામથી એજન્સી ધરાવતા આકાશ સંજય માનકરની પણ ધરપકડ કરાઈ હતી.

મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહ-વેપારનો ધંધો કરાવાતો હતો

બાંગ્લા દેશીઓનાં સમગ્ર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારુ નૂર રસીદ છે. આ આરોપી Surat સહિત અન્ય શહેરો ખાતે મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહ-વેપાર નો ધંધો કરાવતો હતો, જરૂરિયાત મંદ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને યુવતીઓને વધુ પગાર આપવાની લાલચ આપી આરોપી પોતાના વતનના ગામની આસપાસ રહેલી મહિલા ઓને બાંગ્લાદેશના સાતખીરા અને જોશેર જિલ્લાના પ્રતિબંધિત બોર્ડરથી પશ્ચિમ બંગાળ બેનગૌઉથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી ત્યારબાદ ટ્રેન અથવા પ્લેન મારફતે સુરત લઈ આવે છે.

માસ્ટર માઈન્ડ આરોપી મોહમ્મદ હારુ નૂર રશીદ

જ્યાં સુરત લઈ આવ્યા બાદ શહેર જિલ્લાની આસપાસના વિસ્તારમાં દેહ વેપાર નો ધંધો કરતા લોકોનો સંપર્ક કરી મહિલાઓ અને યુવતીઓને દેહ-વિક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવતી હતી.સમગ્ર પ્લાન નો માસ્ટર માઈન્ડ આરોપી મોહમ્મદ હારુ નૂર રશીદ સૌ પ્રથમ સૌ કોઈ ના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી તેના આધારે ભારતીય પુરાવા બનાવી અને ત્યાર બાદ બેન્ક એકાઉન્ટ ખોલાવી લોન પણ મેળવે છે.

બનાવટી પુરાવાના આધારે ભારતમાં ઘૂસણખોરી

આરોપી એ બેન્ક એકાઉન્ટ ખોલાવી વાહનોની લોન મંજૂર પણ કરાવી છે. હાલ સુધી ત્રણ જેટલા મોટા વાહનોની લોન લઈ ખરીદી કરવામાં આવી છે. જેથી આરોપીઓ વિરુદ્ધ હાલ સુરતના સરથાણા, લાલગેટ, પાંડેસરા, મહિધરપુરા, ચોક બજાર અને ઉત્રાણ પોલીસ મથકમાં સાત અલગ-અલગ ગુના નોંધાવવામાં આવ્યા છે.જેની વધુ તપાસ Surat શહેર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે. બનાવટી પુરાવાના આધારે ભારતમાં ઘૂસણખોરી કરતા અને બાંગ્લાદેશ થી ચાલતા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા રહેલી છે.

અહેવાલ – રાબિયા સાલેહ

આ પણ વાંચો – Dwarka News : જિંદગી સામે જંગ હારી એન્જલ, ડોક્ટરે મૃત જાહેર કરી

આ પણ વાંચો – Gondal : 12 કરોડના ટેન્ડર રદ કરવાની ચકચારી ઘટનામાં સુરતના કોન્ટ્રાક્ટર પોલીસ મથકે પહોંચ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter