+

Surat: GIDCમાંથી કેમિકલ વાળો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 5 ની ધરપકડ

Surat: સુરતમાં છાસવારે ક્રાઈમની ઘટનાઓ બનતી હોય છે. જો કે, સુરત પોલીસ દ્વારા થતા ક્રાઇમ સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એકવાર…

Surat: સુરતમાં છાસવારે ક્રાઈમની ઘટનાઓ બનતી હોય છે. જો કે, સુરત પોલીસ દ્વારા થતા ક્રાઇમ સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું.સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજના માંકણા ગામે આવેલ GIDC માંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આમાં પોલીસે અત્યારે કુલ પાંચ ઇસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત પોલીસે દારૂની બોટલો, પાઉચ, વિદેશી દારૂ બનાવવાનું પ્રવાહી, સ્ટીકરો, ઢાંકણ મળીને કુલ 14,58,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપી લીધું

સુરત જિલ્લાની GIDC માં છેલ્લા કેટલાક મહિનાઓથી અસલીના નામે નકલીનો ખેલ ચાલી રહ્યો છે. મોંઘી અને બ્રાન્ડેડ પ્રોડક્ટોની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી બજારમાં ઘુસાડવામાં આવે છે. ભૂતકાળમાં અનેક વાર નકલી ગુટખા, નકલી ઘી, નકલી પનીર પકડાઈ ચૂક્યું છે. અત્યારે હાલ પોલીસે નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપી લીધું છે. સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજ તાલુકાના માંકણા ગામની GIDC માં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાચના ગોડાઉનમાં ધમધમી રહેલ નકલી વિદેશી દારૂના કારખાના પર રેડ કરી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી

ઝડપાયેલ કારખાનામાં અલગ અલગ પ્રકારના કેમિકલ બનાવી જેની કિમતી બ્રાન્ડેડ કંપનીઓની વિદેશી દારૂની જૂની ખાલી બોટલોમા ભરી પેકિંગ કરી વેચવામાં આવતી હતી.પોલીસે મુખ્ય સૂત્રધાર શકિતસિંહ મુલસિંહ ચુંડાવત, મિતેષ ભાઈ મહેશભાઈ અગ્રવાલ, હાર્દિક જસવંત મૈસુરિયા, લોકેશ સિંહ મુલસિંહ ચુંડાવત અને નઈમ ઈમ્તિયાઝ મુલતાનીને સ્થળ પરથી દબોચી મહાદેવ ગુજ્જર અને અકબર નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત પોલીસે 14,58,530 નો મુદ્દામાલ કબજે કર્યો

તમને જણાવી દઈએ કે, સુરત જિલ્લા એલસીબીની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની સીલબંધ નાની મોટી બાટલીઓ, પાઉચ, વિદેશી દારૂનું પ્રવાહી,વિદેશી દારૂની બાટલીઓ પર મારવાના ઢાંકણ, સ્ટીકર, બેરલ, રિક્ષા, કાર અને રોકડ મળી કુલ 14,58,530 નો મુદ્દામાલ કબજે કરી સમગ્ર કેસની તપાસ કિમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાને સોંપી હતી.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મતદાનના એક દિવસ પહેલા રાજપૂતોમાં અસમંજસ

આ પણ વાંચો: Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી

Whatsapp share
facebook twitter