+

SURAT : અહી સીરીયલોને પણ ટક્કર મારે તેવો કિસ્સો આવ્યો સામે, આખી બાબત જાણી તમે પણ ચોંકી જશો

અહેવાલ – ઉદય જાદવ  સુરતના પલસાણા તાલુકાના એના ગામે આવેલા શિવાલીક બંગ્લોઝમાં ચોરી કરવા ઘુસેલા ચોરે ઘર માલિકનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઘરમાં 2.50 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના …
અહેવાલ – ઉદય જાદવ 
સુરતના પલસાણા તાલુકાના એના ગામે આવેલા શિવાલીક બંગ્લોઝમાં ચોરી કરવા ઘુસેલા ચોરે ઘર માલિકનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઘરમાં 2.50 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના  પ્રકાશમાં આવી હતી. બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમો આ બનાવને લઈને તપાસમાં જોતરાઈ હતી અને હવે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ઘર માલિકની હત્યા તેની જ પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનું બહાર આવ્યું છે.
સુરત જિલ્લામાં ફિલ્મ અને ક્રાઈમ પેટ્રોલની સીરીયલને ટક્કર મારે તેવી ઘટના
સુરત જિલ્લામાં ફિલ્મ અને ક્રાઈમ પેટ્રોલની સીરીયલને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે, સુરત જિલ્લાના પલસાણાના ગામે આવેલા શિવાલિક બંગ્લોઝમાં રહેતા રાકેશભાઈ ઈશ્વરભાઈ નાયક [ઉ.50] શાળામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.  તેઓ પત્ની, બાળકો અને માતા સાથે રહેતા હતા,  ગત 9 નવેમ્બરની રાત્રી અઢી થી ૩.૩૦ ના અરસામાં રાકેશભાઈની હત્યા કરવામાં આવી હતી.  ચોરી કરવા ઘુસેલા ચોરે રાકેશભાઈ જાગી જતા તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં સોનાની વીટી, લક્કી, લેપટોપ મળી કુલ 2.50 લાખની મત્તાની લૂંટ કરીને ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી તો બીજી તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસમાં જોતરાઈ ગયી હતી.
 
હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી 
પોલીસે રાકેશભાઈની પત્ની શ્વેતાની કડક પૂછપરછ કરી હતી, જેમાં તે પડી ભાંગી હતી અને જે હકીકત સામે આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી.  પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શ્વેતાનું સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિપુલ ઉર્ફે લાલુ મહેશભાઈ કહાર [ઉ.36] સાથે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સબંધ હતો, જેથી તેને પામવા માટે તેની સાથે મળીને ઘેનની દવા ખાવામાં અને કોલ્ડ્રીંકમાં મિક્ષ કરી પતિ રાકેશને ખવડાવી દીધું હતું અને મોડી રાતે જયારે રાકેશભાઈ ગાઢ નિંદ્રામાં હતા તે વખતે પ્રેમી બોલાવતા તે ઇકો કારને લઈને ઘરે આવ્યો હતો.
પ્રેમી વિપુલને પોતાના ઘરની ચાવી પણ અગાઉથી આપી દીધી હતી બાદમાં બંને જણાએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી રાકેશ ભાઈનું મોઢું દબાવી તેની હત્યા કરી હતી અને બાદમાં લૂંટનું ખોટું નાટક કર્યું હતું.  આ બનાવમાં પોલીસે રાકેશની પત્ની અને તેના પ્રેમી વિપુલ ઉર્ફે લાલુ મહેશભાઈ કહારની પણ ધરપકડ કરી લીધી છે, પોલીસે લૂંટમાં ગયેલી લક્કી, સોનાની માળા, વીટી, એક ઇકો કાર મળી કુલ 5.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પ્રેમી સાથે મળી કરી હત્યા
 
સુરત ગ્રામ્ય પોલીસ અધિકક્ષ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, રાકેશભાઈની પત્ની શ્વેતાબેનની સતત ૪ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં શ્વેતાએ તેના પ્રેમી વિપુલ સાથે મળીને રાકેશભાઈની હત્યા કરી હતી. આ બનાવમાં ચોરી કે લૂંટનો કોઈ ઈરાદો હતો નહી, મૂળ વિષય રાકેશ નાયકની હત્યા કરવાનો જ હતો, છેલ્લા અઢી વર્ષથી શ્વેતાબેન અને વિપુલ એકબીજાના સંપર્કમાં હતા, અને આ અંગેની જાણ રાકેશભાઈને થતા વારંવાર ઘરે ઝઘડાઓ પણ થતા હતા, શ્વેતાબેનનો ફોન પણ રાકેશભાઈ અવાર નવાર ચેક કરતા હતા જેથી તે મુદ્દે પણ ઝઘડાઓ થતા રહેતા હતા, આ બનાવને અંજામ આપ્યા પહેલા 15 દિવસ પહેલા પણ એક વખત શ્વેતા અને વિપુલ રાકેશભાઈને મારવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે તેઓ સફળ થયા ન હતા.
8 તારીખની રાતે જમવામાં ઘેનની ગોળીઓ નાખી દેવામાં આવી હતી, તેઓની દીકરી પણ કોલ્દ્રીક્સ પીને રાતે સુવે છે જેથી તેમાં પણ ઘેનની ગોળીઓ નાખી દેવામાં આવી હતી.  જેથી રાતે કોઈ ઉઠે નહી પરંતુ, તેઓની દીકરી રાતે મોડી આવી હતી જેથી તેણે કોઈ જમવાનું જમ્યું ન હતું જેથી આ ઘટના જયારે બની ત્યારે દીકરી જાગી ગયી હતી અને તેણે બુકાની પહેરેલા એક પુરુષને જોયો હતો. જે વિપુલ કહાર હોવાનું સ્થાપિત થયેલ છે, ઘેનનું પ્રમાણ હોવાથી રાકેશભાઈ કોઈ પ્રતિકાર કરી શક્યા ન હતા, હાલ રાકેશભાઈની પત્ની શ્વેતા બેન અને તેના પ્રેમી  વિપુલ ઉર્ફે લાલુ મહેશભાઈ કહારની પણ ધરપકડ કરી લીધી છે, આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter