+

Surat: જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત 7 લોકો સામે 1.34 કરોડની ઠગાઈની ફરિયાદ

Surat: જુનાગઢના સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ છેતરપિંડી કર્યાનો બનાવા સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમામે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત સાત લોકો સામે સુરત (Surat)ના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધનીય છે.…

Surat: જુનાગઢના સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ છેતરપિંડી કર્યાનો બનાવા સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમામે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત સાત લોકો સામે સુરત (Surat)ના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધનીય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રૂપિયા 1.34 કરોડની છેતરપિંડી થયાના ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના બહાને સુરત (Surat) ના ડોક્ટર પાસેથી 1.34 કરોડ ખંખેર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સહિત સાથ લોકોએ સુરતના ડોક્ટર પાસે પૈસા પડાવ્યા હતા.

2016 માં સુરેશ ડોક્ટરના દવાખાના પર આવ્યો હતો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુરત (Surat)ના ડોક્ટર બાલકૃષ્ણ હડિયાની મુલાકાત 2015માં સુરેશ ઘોરી સાથે થઈ હતી. નોંધનીય છે કે, 2016 માં સુરેશ ડોક્ટરના દવાખાના પર આવ્યો હતો. ત્યારબાદ સુરેશે મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જે કે સ્વામી 700 વીઘા જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું. પછી આણંદના રીંઝા ગામે નદી કિનારે પોઇચા જેવું મંદિર બનાવવાનું ડોક્ટરને સ્વામીએ જણાવ્યું હતું. જેથી સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ ડોક્ટર સાથે કરાવી હતી.

જમીનનો દસ્તાવેજ ડોક્ટરને કરી આપવામાં આવ્યો નહીં

તમને જણાવી દઈએ કે, 50 લાખ રૂપિયાની દલાલી સહિત કુલ 1.70 કરોડ ડોક્ટર પાસેથી જે કે સ્વામી સ્નેહલ વિવેક અને દર્શને લીધા. જમીનનો દસ્તાવેજ ડોક્ટરને કરી આપવામાં આવ્યો નહીં. નોંધનીય છે કે, ડોક્ટરે જે.કે સ્વામી, અમદાવાદના સુરેશ ભરવાડ, અતુલ સાંગાણી, સ્નેહલ, વિવેક અને દર્શન સામે સુરત પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અત્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  સ્વાભાવિક છે કે, હજી આરોપ સાબિત નથી થયો છતાં પણ શું આ રીતે મંદિરોના સ્વામી પૈસાની છેતરપિંડી આચરે તે યોગ્ય છે?  મંદિરો પર લોકોને અતૂટ વિશ્વાસ હોય છે.  જોકે પોલીસે અત્યારે આમ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Kheda: લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ, ઘાતક હથિયારોથી હુમલો થતા યુવકનું મોત

આ પણ વાંચો: Sanjay Singh Mahida: ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ‘સરકારી સિસ્ટમ’ સામે MLAનો આરોપ

આ પણ વાંચો: Marriage Registration Scam: ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ, માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા કાર્યવાહી

Whatsapp share
facebook twitter