Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

LOKSABHA 2024 : લોકસભાનું મતદાન પૂર્ણ થતા સટ્ટા બજારમાં ખુલ્યા ગુજરાતની સીટના ભાવ, જાણો કોણ છે ફેવરિટ

05:08 PM May 09, 2024 | Harsh Bhatt
  • લોકસભાનું મતદાન પૂર્ણ થતા સટ્ટા બજારમાં ખુલ્યા સીટના ભાવ
  • 9 બેઠકો પર સટ્ટા બજારમાં ભાવ ખુલ્યા, તમામ બેઠકો પર ભાજપ ફેવરિટ
  • સૌથી ચર્ચાસ્પદ ગણાતી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા 12 પૈસાથી ફેવરિટ
  • સૌથી સેફ પોરબંદરની સીટ ભાજપ 7 પૈસાથી ફેવરિટ
  • આણંદમાં 40 પૈસાથી ભાજપ ફેવરિટ તો જામનગરમાં 20 પૈસાથી ભાજપ જીતે તેવું સટ્ટા બજારનું અનુમાન
  • બનાસકાંઠા બેઠકમાં પણ ભાજપ 35 પૈસાથી ફેવરિટ

LOKSABHA 2024 : દેશભરમાં હાલ ચૂંટણીનો માહોલ છે, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 92 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્યારે લોકસભાની ( LOKSABHA ) 25 બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં હવે  સટ્ટા બજારમાં સીટના ભાવ ખૂલ્યા છે. જી હા ક્રિકેટ મેચની જેમ હવે ચૂંટણીના મેદાનમાં પણ સટ્ટા બજાર જામ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા 12 પૈસાથી ફેવરિટ

ગુજરાતમાં મતદાન બાદ હવે સટ્ટા બજારમાં લોકસભાની બેઠકોના ભાવ ખૂલ્યા છે. સટોડીયા માર્કેટમાં ગુજરાતની કઇ બેઠકમાં કોણ જીતવા માટે ફેવરિટ છે તેને લઈને વિગત સામે આવી રહી છે. ગુજરાતની 9 બેઠકો પર સટ્ટા બજારમાં ભાવ ખુલ્યા છે અને તમામ બેઠકો પર ભાજપ ફેવરિટ છે. ગુજરાતની સૌથી સૌથી ચર્ચાસ્પદ ગણાતી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા 12 પૈસાથી ફેવરિટ છે, ત્યારે બીજી તરફ સૌથી સેફ પોરબંદરની સીટ ઉપર ભાજપનના ઉમેદવાર 7 પૈસાથી ફેવરિટ છે.

ચરોતર ગુજરાતના આણંદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ 40 પૈસાથી ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. વધુમાં જામનગરમાં 20 પૈસાથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ જીતે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. બનાસકાંઠા કે જે બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ છે તે બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પણ 35 પૈસા થી ફેવરિટ માનવામાં આવી રહયા છે.

ગુજરાતમાં તમામ 26 બેઠક ભાજપ જીતશે

સટ્ટા બજારના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સટ્ટા બજારમાં ચૂંટણીનો જંગ જીતવા માટે હાલ ભાજપ હોટ ફેવરિટ મનાઇ રહ્યું છે. બુકીઓના મતે ભાજપ હાલ વીનીંગ પોઝીશનમાં છે. સટ્ટા બજારમાં અનુમાન છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો મળીને ભાજપ દેશમાં 319 બેઠકો એકલા હાથે જીતશે.

હવે ભાજપ એકલા હાથે 319 બેઠકો જીતશે તેવું અનુમાન

જો કે હજું હમણાં જ લોકસભાની ચૂંટણી માટે સટ્ટા બજાર સક્રિય થયું છે અને આગામી સમયમાં ઘણી ઉથલ પાથલ પણ જોવા મળી શકે છે. બુકી બજારે પ્રારંભમાં ભાજપ 333 બેઠક જીતશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો પણ હવે ભાજપ એકલા હાથે 319 બેઠકો જીતશે તેવું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે.

આ પણ વાંચો : ભાજપ માટે આઘાતજનક સમાચાર! IFFCO ના નવા પ્રમુખ તરીકે જયેશ રાદડિયાની વરણી