+

રંગીલા રાજકોટમાં રોમિયોગીરી કરતા યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો

અહેવાલ – રહીમ લાખાણી ગુજરાતનું રાજકોટ રંગીલું શહેર છે પણ છેલ્લા ઘણા સમયથી રંગીલા રાજકોટમાં સોશિયલ મીડિયા રીલ બનાવવા ઘેલછામાં ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. તાજેતરમાં આવો જ…

અહેવાલ – રહીમ લાખાણી

ગુજરાતનું રાજકોટ રંગીલું શહેર છે પણ છેલ્લા ઘણા સમયથી રંગીલા રાજકોટમાં સોશિયલ મીડિયા રીલ બનાવવા ઘેલછામાં ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમા એક યુવાન રોમિયોગીરી કરતો જોવા મળે છે. જોકે, પછી તેની સાથે શું થાય છે આવો જાણીએ…

રાજકોટના પેડક રોડ પર એક નંબર વગરની એક્ટિવામાં 20 વર્ષનો યુવક ચાલુ બાઈકે I LOVE YOU બોલતો નીકળે છે. જ્યારે બાજુમાં કોઈ છોકરી કે મહિલા નીકળે ત્યારે જ તે I LOVE YOU બોલતો નીકળતો જોવા મળે છે. જોકે વીડિયો વાયરલ થતા બી ડિવિજન પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી.

પોલીસે ગણતરીની કલાકોમાં રોમિયોને ઝડપી પાડ્યો

બી ડિવિજન પોલીસ દ્વારા પેડક રોડ પર અલગ અલગ CCTV તપાસ કર્યા ને ચેક કરતા યુવકનું નામ કેવલ રાઠોડ સામે આવ્યું અને ત્યાંજ નજીકમાં વાલ્મિકી આવાસમાં રહેતો હોવાનું સામે આવતા પોલીસ ત્યાં પહોંચી અને કેવલની અટકાયત કરી હતી. આ યુવકને પેડક રોડ પર જ્યારે પૂછ પરછ કરવા લઈ જવામાં આવ્યો ત્યારે તે કાન પકડી માફી માંગતો નજરે આવ્યો હતો. એટલું જ નહી કેવલના મોબાઈલમાં વીડિયો ઉતારતા તેના મિત્રની પણ પોલીસ અટકાયત કરી હતી. અને બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter