+

Nilesh Kumbhani: 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી, લૂલો બચાવ કરવા કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Nilesh Kumbhani: લોકસભાની ચૂંટણી પહેલા નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા. નોંધનીય છે કે, સુરતમાં લોકસભા બેઠક પરથી નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું ત્યારથી તેઓ ગાયબ…

Nilesh Kumbhani: લોકસભાની ચૂંટણી પહેલા નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા. નોંધનીય છે કે, સુરતમાં લોકસભા બેઠક પરથી નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું ત્યારથી તેઓ ગાયબ થઈ ગયા હતા. સૂત્રો તરફ એવી માહિલી મળી હતી કે, નિલેશ કુંભાણી મુંબઈ જતા રહ્યા છે. નોંધનીય છે કે, તેમનું ફોર્મ રદ થવું અને તે પછી તેમનું અચાનક ગાયબ થઇ જવું દાળમાં કાળું હોવાનું અને કોઇ મોટો ખેલ ખેલાઈ ગયો હોય તેવું દર્શાવે છે. ફોર્મ રદ થયા બાદથી કોંગ્રેસના એક વર્ગમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા જ કોંગ્રેસના કેટલાક નેતાઓએ કુંભાણી પર શાબ્દિક પ્રહારો કર્યા હતો.

મતદારો સાથે દ્રોહ કરનારા નિલેશ કુંભાણીનો દંભ

નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી અચાનક 22 દિવસ બાદ પ્રગટ થયા છે. મતદારો સાથે દ્રોહ કરનારા નિલેશ કુંભાણીએ અત્યારે દંભ દેખાડયો છે. તમને જણાવી જઈએ કે, જનતાને મુર્ખ બનાવનારા નિલેશ કુંભાણીએ ઉંધો દાવ ખેલ્યો છે. અત્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘પહેલા કોંગ્રેસે 2017માં મારી સાથે કરી ગદ્દારી હતી અને હું છેલ્લા 22 દિવસથી મારા ઘરે જ હતો. નિલેશ કુંભાણીએ વધુંમાં કહ્યું કે, ‘કોઇ માઇના લાલમાં મને મારવાની હિંમત નથી અને ઉત્સાહમાં આવીને પ્રતાપ દૂધાત ગમે તે બોલી ગયા છે.’

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને કુંભાણીનો લૂલો બચાવ

તમને જણાવી દઇએ કે, નિલેશ કુંભાણી મતદારો સાથે ગદ્દારી કરીને ફરાર થઈ ગયા હતા. અત્યારે તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે, કોંગ્રેસે 2017માં મારી સાથે ગદ્દારી કરી હતી તેનો મે આ બદલો લીધો છે. અત્યારે 18 લાખ મતદારા સાથે નિલેશ કુંભાણીએ વિશ્વાસઘાત કર્યો કહેવાય છે. કારણ કે, ફોર્મ રદ થયા પછી આમ ભાગી અને ફરાર થઈ જવું તે એક નેતાને શોભતું વર્તન નથી. કોઈ પાર્ટી સાથે બદલાની ભાવની સાથે મતદારો સાથે આ રીતનું વર્તન કરવું જરાય યોગ્ય નથી.

કોંગ્રેસ નેતાઓએ નિલેશ કુંભાણી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે નિલેશ કુંભાણી સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ પાર્ટી કાર્યવાહી કરશે તેવું કોંગ્રેસ નેતા દ્વારા કહેવામાં આવ્યું છે. 22 દિવસ પછી અચાનલ નિલેશ કુંભાણી મીડિયા સામે પ્રગટ થયા છે અને અત્યારે તેઓ કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, ‘મારી સાથે 2017 માં કોંગ્રેસે જે ગદ્દારી કરી તેનો આ બદલો લીધો છે.’ પરંતુ શું આ રીતે લોકોનો વિશ્વાસઘાત કરવો યોગ્ય છે?

આ પણ વાંચો: Unjha: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ઊંઝામાંથી ભેળસેળ વાળી વરીયાળી બનાવતી પેઢી ઝડપાઈ

આ પણ વાંચો: CID Raid On Angadia firm: રાજ્યની આંગડિયા પેઢીઓ આવી CID અને આયકર વિભાગના રડારમાં

આ પણ વાંચો: ભાજપમાં અસંતોષનો દાવાનળ! અમરેલી બાદ જૂનાગઢમાં વિરોધ ફાળી નિકળ્યો, દિલ્હી સુધી પહોંચી ફરિયાદ

Whatsapp share
facebook twitter