+

Adani Ports : મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ

Adani Ports : વૈવિધ્યસભર અદાણી ગ્રૂપ (Adani Group)માં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ (Adani Ports) એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે…

Adani Ports : વૈવિધ્યસભર અદાણી ગ્રૂપ (Adani Group)માં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ (Adani Ports) એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે., APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા દર્શાવતું આવ્યું છે. APSEZ મુન્દ્રાએ ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ સાથે દરિયાઈ ઈતિહાસમાં તેનું નામ રોશન કર્યું છે.

નેશનલ રેકોર્ડ બનાવ્યો

મુંદ્રા ખાતેનું અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (AICTPL) 21 જાન્યુઆરી, 2024ના રોજ કન્ટેનર જહાજ MV MSC લિવોર્નો સફળતાપૂર્વક 16,569 twenty equivalent units (TEU)નું સંચાલન કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ નોંધનીય છે કારણ કે તે અગાઉ અદાણી પોર્ટ્સના જ પોતાના 16,400 TEUs ના રાષ્ટ્રીય રેકોર્ડને વટાવે છે જે અગાઉ 22 જુલાઈ, 2022 ના રોજ અદાણી પોર્ટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે કન્ટેનર કાર્ગો જહાજ MSC ડેનિટ અદાણી પોર્ટ પર લંગારવામાં આવ્યું હતું.

અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં એક જ જહાજ પર કન્ટેનર હેન્ડલિંગની આ સિદ્ધિ અદાણી પોર્ટસની કાર્યક્ષમતા દર્શાવે છે

MV MSC લિવોર્નો, વિશાળકાય 366 મીટર લંબાઈ (સાડા ત્રણ ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ) અને 14,000 કન્ટેનરની વહન ક્ષમતા ધરાવતા આ મહાકાય જહાજે કોલંબોથી આવી અદાણી મુંદ્રા પોર્ટ પર લંગર નાખ્યું હતું. આ જહાજ પર 16,569 કન્ટેનરનું સંચાલન (લોડિંગ અને અનલોડિંગ) અદાણી પોર્ટસ પર કરવામાં આવ્યું હતું, સફળતા પૂર્વક અહીથી રવાના થયા બાદ આ જહાજે યાન્ટિયન, ચીનની તેની યાત્રા શરૂ કરી હતી. અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં એક જ જહાજ પર કન્ટેનર હેન્ડલિંગની આ સિદ્ધિ અદાણી પોર્ટસની કાર્યક્ષમતા દર્શાવે છે અને મેરીટાઇમ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરે છે. આ રેકોર્ડબ્રેક કામગીરી બાદ કચ્છ વૈશ્વિક દરિયાઈ વેપાર ક્ષેત્રે અનોખી છાપ છોડી જાય છે.

pc google

APSEZ નું ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન

આ સિદ્ધિ ભારતમાં પ્રીમિયર પોર્ટ ફેસિલિટેટર તરીકે અદાણી પોર્ટસને વધુ મજબૂત બનાવે છે તથા જટિલ લોજિસ્ટિક્સ કામગીરીના સંચાલનમાં ટીમના સમર્પણ અને નિપુણતાને પણ ઊભારે છે. APSEZ એ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, અદાણી પોર્ટ્સના માઈલસ્ટોન્સ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરે છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. વિશે

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપનો એક ભાગ અને એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે, જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક દ્વાર સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રદાન કરે છે. કંપની પશ્ચિમ કિનારે 6 વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘીપોર્ટ) અને પૂર્વ કિનારે 6 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલોપર અને ઑપરેટર છે. ભારતમાં (ઓડિસા ખાતે ધામરા, ગંગાવરમ, અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં કરાઈકલ અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોરપોર્ટ) દેશના કુલ બંદર જથ્થાના 26%નું સંચાલન કરે છે, આમ બંને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. અંતરિયાળ વિસ્તાર કેરળના વિઝિંજામ અને શ્રીલંકાના કોલંબોમાં બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે. કંપની ઈઝરાયેલમાં હાઈફા પોર્ટનું પણ સંચાલન કરી રહી છે. પોર્ટ સવલતો, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ ધરાવતાં અમારા પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ, અમને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે. અમારું વિઝન આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું છે. 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર બન્યું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.

અહેવાલ–કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો—ADANI : દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં અદાણી સમૂહની કંપનીઓએ તેલંગાણા સાથે 12400 કરોડના 4 એમઓયુ કર્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter