+

Ahmedabad : નશો કરવા માટે રુપિયા ના હોવાથી 2 શખ્સોએ લૂંટ ચલાવી

Ahmedabad Robbery : નશો કરવા માટે રુપિયા ના હોવાથી છરી વડે હુમલો કરીને લૂંટ (Robbery)ચલાવનારા બે શખ્સોને નરોડા પોલીસે ઝડપી પાડ્યા છે. બંને રિક્ષા લઇને Ahmedabad કૃષ્ણનગર વિસ્તારમાં ફરતા હતા…

Ahmedabad Robbery : નશો કરવા માટે રુપિયા ના હોવાથી છરી વડે હુમલો કરીને લૂંટ (Robbery)ચલાવનારા બે શખ્સોને નરોડા પોલીસે ઝડપી પાડ્યા છે. બંને રિક્ષા લઇને Ahmedabad કૃષ્ણનગર વિસ્તારમાં ફરતા હતા ત્યારે એક યુવકને રોકીને હુમલો કરી બાઇક અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.

યુવક પર હુમલો કરી લૂંટ ચલાવી

નરોડા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જેમના નામ ધર્મેશ ઉર્ફે ધમો રાઠોડ અને જીતન વાઘેલા છે.. જે બંને સરદાર નગર વિસ્તારના રહેવાસી છે.10 તારીખે મોડી રાતે બંને આરોપી ઓટો રીક્ષા લઈને કૃષ્ણનગર વિસ્તારમાં ફરતા હતા તે સમયે પ્રેમચંદ શર્મા નામના 25 વર્ષીય યુવકને રોકી તેની પાસે રહેલા બાઇક અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. ભોગ બનનારે પ્રતિકાર કરતા તેના પર ફરી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો અને બાઈક પર બેસાડી થોડે દૂર લઈ ગયા બાદ બાઈક પરથી ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે…

નશો કરવા માટે રૂપિયા ન હોવાથી લૂંટ કરી હતી

લૂંટના ગુનામાં નરોડા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લૂંટમાં વપરાયેલ રીક્ષા, હથિયાર તથા લૂંટમાં ગયેલા બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓની પૂછપરછમાં ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો જેમાં એક આરોપી ચોરીના ગુનામાં પકડાયો હોવાનું જાણવા મળે છે. આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું કે, નશો કરવા માટે રૂપિયા ન હોવાથી લૂંટ કરી હતી.આરોપીની લૂંટ કરવાની ટેવ જોતા પોલીસની શંકા છે કે, આરોપીઓએ અન્ય પણ ગુના આચાર્ય હશે જેથી પોલીસ અન્ય ભોગ બનનાર લોકો અને પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીઓની પણ તપાસ કરી રહી છે..

પોલીસે તપાસ શરુ કરી

લૂંટના ગુનામાં બે આરોપીની ધરપકડ કરી તેઓ કયો નશો કરતા હતા અને લૂંટને અંજામ આપી ક્યાં ક્યાં ફર્યા હતાતથા અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અહેવાલ—-પ્રદિપ કચિયા અમદાવાદ

આ પણ વાંચો—- VNSGU : ઉત્તરવહીમાં ચલણી નોટ, કાપલી, અભદ્ર લખાણ હશે તો ભરવો પડશે આટલો મસમોટો દંડ

આ પણ વાંચો—- VADODARA : SMC એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું

આ પણ વાંચો—- Drugs in gujarat : ગુજરાત ATS ના આ જાબાંજ PI ની બહાદુરી જાણી તમે પણ ગર્વ કરશો, દરિયાકાંઠેથી ઝડપાયું આટલા કરોડનું ડ્રગ્સ

Whatsapp share
facebook twitter