+

Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

Rain Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાની સવારી પણ આવી પહોંચી છે. નોંધનીય છે કે, અંબાલાલ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમની…

Rain Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાની સવારી પણ આવી પહોંચી છે. નોંધનીય છે કે, અંબાલાલ દ્વારા 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં સારા એવા વરસાદનું આગમન થયું છે. વિગતે વાત કરવામાં આવે તો દ્વારકાના ખંભાળિયામાં સાડા 9 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે પોરબંદર, ભાણવડ, રાણાવાવ, નખત્રાણા, ગારિયાધાર, દ્વારકા, માંગરોળ, પાલીતાણા અને બાબરામાં વરસાદ થયો છે.

વરસાદ થતા રાજ્યભરમાં લોકોને ગરમીથી રાહત

નોંધનીય છે કે, વરસાદનું આગમન થતા રાજ્યભરમાં અત્યારે ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી થોડા દિવસોમાં ખેડૂતો વાવણી કરવાના છે. જેથી વાવણી પહેલા પીયત માટે પાણી આપવું પડતું હોય છે. જેથી અત્યારે થયેલો વરસાદ વાવણી માટે ઘણો ઉપયોગી રહેવાનો છે.

ક્યા કેટલો વરસાદ થયો
ખંભાળિયા 9.5 ઈંચ વરસાદ
પોરબંદર 3 ઈંચ વરસાદ
ભાણવડ 2.5 ઈંચ વરસાદ
રાણાવાવ 1.5 ઈંચ વરસાદ
નખત્રાણા 1 ઈંચ વરસાદ
ગારિયાધાર 1 ઈંચ વરસાદ
દ્વારકા 1 ઈંચ વરસાદ

રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ

વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં 3 ઈંચ વરસાદ થયો છે. આ સાથે ભાણવડમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ થયો છે. ગારિયાધાર અને દ્વારકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લીલીયા, કોટડા સાંગાણી, માંગરોળમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા અને બાબરામાં પણ વરસાદ થયો છે.

આ પણ વાંચો: Gujarat: બકરી ઈદને લઈને સરકારે 8 જેટલા આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી

આ પણ વાંચો: Bharuch: આમોદ પંથકમાં બકરા ઈદને લઇ વૈમનષ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ધરપકડ

આ પણ વાંચો: Dahod: ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબ્યા, ઘરે કહ્યું હતું – અમે નહાવા જઈએ છીએ

Whatsapp share
facebook twitter