+

NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે ગુજરાત રાજ્ય વાલી મંડળની બેઠક મળી

NEET exam scam: NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે ગુજરાત રાજ્ય વાલી વિદ્યાર્થી મંડળની આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કૌભાંડ ગેરહિત્યો સહિતના મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.…

NEET exam scam: NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે ગુજરાત રાજ્ય વાલી વિદ્યાર્થી મંડળની આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કૌભાંડ ગેરહિત્યો સહિતના મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડો જ ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા હોય છે અને પરીક્ષાઓમાં જ્યારે પેપર લીક થતા હોય છે. તેવા સંજોગોમાં વાલી કેવી રીતે લડત આપી શકે તે મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.

પુનઃ NEET ની પરીક્ષા લેવામાં આવે તેવી માગ

ઉપરાંત NEET ની પરીક્ષા દેશના 25 લાખ થી પણ વધારે યુવાનોએ આપી હતી. જેમાં મોટા પાયે ગેરરીતિ થવાનો ઘટનાક્રમ સામે આવ્યો હતો. આ પ્રકારની ઘટના બનતા અનેક વિદ્યાર્થીઓના ભાવિ જોખમાયા છે. ગુજરાત રાજ્ય વાલી મંડળ તરફથી પુનઃ NEET ની પરીક્ષા લેવામાં આવે તેવી માગ કરાઈ હતી. આ સાથે જ હાલના તબક્કામાં કાઉન્સિલિંગની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. ગુજરાત ડોમીસાઈલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે, બધાની માંગ છે કે નીટની પરીક્ષા પરિવાર લેવાવી જોઈએ.

સરકાર અને કેબિનેટ સમગ્ર મુદ્દે તાત્કાલિક નિર્ણય

નોંધનીય છે કે, 1563 માટે હુકમ થયો છે તેમાં એનટીએ દ્વારા સ્વીકારી છે કે, હા પરીક્ષાની અંદર ગેરરીતી થઈ છે. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલ માટે તારીખ જાહેર ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ કાઉન્સિલે મેરીટ ડિકલેર થવી જોઈએ તેવી દલીલ કરી હતી. ઉપરાંત રાજ્ય અને દેશની સરકાર અને તેની કેબિનેટ આ સમગ્ર મુદ્દે તાત્કાલિક નિર્ણય લે તેવી પણ માંગ જે છે ત્યાં બેઠકની અંદર કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સહિત દેશ આખાયની અંદર યુવાનો અનેક પ્રકારની પરીક્ષાઓ આપતા હોય છે.

કેન્દ્ર સરકાર આ મુદ્દે કડક વલણ રાખે

પરીક્ષાઓના પેપર લીક થતા હોય છે અને આ પ્રકારના પીપર લીક થવાના ઘટનાક્રમ અટકાવવા ખૂબ જરૂરી હોવાનું પણ વાલી મંડળની બેઠકની અંદર ચર્ચાયું હતું. રાજ્ય સહિત કેન્દ્ર સરકાર આ મુદ્દે કડક વલણ અપનાવે એવું પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આવનારા સમયમાં કેન્દ્ર સરકાર પીપર લીગની ઘટના અટકાવવા માટે અને જવાબદારોને કડક સજા થાય તે મુદ્દે એક કાયદો બનાવી તેવી પણ માગ કરવામાં આવી છે

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી,અમદાવાદ

આ પણ વાંચો: ભારતીય કસ્ટમ્સના નામે આચરવામાં આવતી છેતરપિંડી સામે CBIC દ્વારા શરૂ કરવામાં આવી ઝુંબેશ

આ પણ વાંચો: ગટર લાઇનની કામગીરી કરતા તંત્ર બન્યું બેદરકાર, Gujarat First એ નિભાવી જાગૃત નાગરિકની ફરજ

આ પણ વાંચો: Gujarat: ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી

Whatsapp share
facebook twitter