+

Lok Sabha Election 2024: મતદાનના એક દિવસ પહેલા રાજપૂતોમાં અસમંજસ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજપૂત સમાજમાં અત્યારે અનેક સંમેલનો થઈ રહ્યા છે. ક્યાય એક…

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજપૂત સમાજમાં અત્યારે અનેક સંમેલનો થઈ રહ્યા છે. ક્યાય એક પક્ષને સમર્થન આપવાની વાત થઈ રહીં છે તો ક્યા પક્ષના વિરોધમાં મત આપવાની વાત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું છે. આ સંમેલનમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ક્ષત્રિય આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ આપ્યું નિવેદન

તમને જણાવી દઈએ કે, ગોંડલમાં ભારતી જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આ સમેલન યોજાયું હતું. જેમાં ગોંડલ રાજપૂત સમાજના અનેક આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતાં. નોંધનીય છે કે, પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને મત આપવા આહવાન કરવા સંમેલન યોજાયું હતું. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં અત્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર શાંત

તમને જણાવી દઈએ કે, ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠીયા રાજપૂત સમાજ, ખાંટરાજપૂત સમાજ સહિતના સંમેલનમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ગુજરાતમાં અત્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર શાંત કરી દીધો છે. ગોંડલ શહેર અને ગ્રામ્યના ક્ષત્રિય આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનમાં 7 તારીખે મતદાન

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં 7 તારીખે મતદાન થવાનું છે.  નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા અત્યારે ખુબ તૈયારીઓ પણ કરવામાં આવી છે.  આ સાથે સાથે વધારેમાં વધારે મતદાન થાય તે માટે પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. પુરૂષો, મહિલાઓ, યુવાનો, વયોવૃદ્ધ વડિલો, દિવ્યાંગ જનોની સાથે થર્ડ જેન્ડર મતદારો મતદાન કરી શકે તે માટે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે

આ પણ વાંચો: Gujarat ની 25 બેઠકો પર કેમ સહુની નજર…?

આ પણ વાંચો: Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી

Whatsapp share
facebook twitter