+

Junagadh: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન, ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું

Junagadh Civil Hospital: કહેવાય છે અંગદાન એ સૌથી મોટું દાન છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત બાદ હવે જુનાગઢમાં પ્રથમ અંગદાન થયું છે. તમને જણાવી દઇએ કે, જૂનાગઢમાં બંને…

Junagadh Civil Hospital: કહેવાય છે અંગદાન એ સૌથી મોટું દાન છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત બાદ હવે જુનાગઢમાં પ્રથમ અંગદાન થયું છે. તમને જણાવી દઇએ કે, જૂનાગઢમાં બંને કિડની, લીવર અને કોર્નિયાનું દાન મળ્યું. બંને કિડની અને લીવરને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવી દાખલ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. બ્રેઇન્ડેડ ઉર્મિલાબેનના પુત્ર એ અંગદાનનો નિર્ણય કરી શ્રવણ જેવું સત્કાર્ય કર્યું.

હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થયા હતા

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે , ૫૭ વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપી

સિવિલ હોસ્પિટલ જુનાગઢ (Junagadh Civil Hospital)ની બ્રેઇન ડેથ ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી. સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી હતી.આ સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું, તથા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ હતું.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થયું છે પ્રથમ અંગદાન

અંગદાનમાં મળેલા અંગોમાથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ હતા. તથા બંને કોર્નિયા મજૂરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોઓર્ડીનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતો.

આ કામગીરીમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્મેન્ટ ડૉ. સિકોત્રા અને સ્પેશિયા વિભાગના ડૉ.હેતલ કાનાબાર, ડૉ.ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડૉ. કુલદીપ વાણવીએ ભારે જહમત ઉઠાવેલ હતી. આ સાથે સાથે હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી.

અહેવાલ – સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો: Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

આ પણ વાંચો: VADODARA : VUDA નો રીજીયોનલ ફાયર ઓફિસર મોટી લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો: Unjha ભાજપ ઉપપ્રમુખને જનસભા પૂર્વે આવ્યું હાર્ટ એટેક, સારવાર પહેલા જ થયું મોત

Whatsapp share
facebook twitter