+

SRK ની હેલ્થ વિશે જુહી ચાલવાએ આપી આ મોટી અપડેટ, જાણો શું કહ્યું..

SRK HEALTH UPDATE : કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને અમદાવાદની કે ડી હોસ્પિટલમાં અચાનક તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં હીટસ્ટ્રોકને કારણે તેઓ ડિહાઇડ્રેટ થઈ…

SRK HEALTH UPDATE : કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને અમદાવાદની કે ડી હોસ્પિટલમાં અચાનક તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં હીટસ્ટ્રોકને કારણે તેઓ ડિહાઇડ્રેટ થઈ ગયા હતા. કિંગ ખાનને બુધવારે બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની ક્વોલિફાયર મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. હવે તેમના હેલ્થને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. અભિનેત્રી જુહી ચાવલા કે જેઓ ત્યાં હાજર હતા તેમણે હવે શાહરુખ ખાન વિષે માહિતી આપી છે.

જુહી ચાવલાએ SRK ના હેલ્થ વિશે આપી અપડેટ

SRK

SRK

અભિનેત્રી જુહી ચાવલાએ શાહરુખ ખાનના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું છે. જુહી ચાવલાએ મીડિયા સાથે વાત કરતાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે તેઓની તબિયત એટલી સારી ન હતી.પરંતુ ડોક્ટરની સતત સારવાર બાદ તેઓ હવે સારું મહેસુસ કરી રહ્યા છે. તેઓ જલ્દીથી જ સ્વસ્થ થઈ જશે અને પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળશે.

ક્યારે ડિસ્ચાર્જ થશે કિંગ ખાન ?

SRK

SRK

પ્રાપ્ત અહેવાલો અનુસાર, કિંગ ખાન આખી રાત ડૉક્ટરની દેખરેખમાં રહેશે અને ત્યાર બાદ તેમને કાલે સવારે કે આજે રાત્રે રજા આપવામાં આવશે. શાહરુખ ખાનને બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેઓને રજા અપાઈ શકાશે. શાહરૂખની પુત્રી સુહાના ખાન અને પત્ની ગૌરી ખાન હોસ્પિટલમાં હાજર છે. આ પહેલા જુહી ચાવલા અને તેમના પતિ જય મહેતા તેમની તબિયત જોવા માટે પહોંચ્યા હતા.

સ્ક્રીન ઉપર ક્યારે ફરશે પરત ?

શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે  તે ફિલ્મ ‘DUNKI’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેમણે કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ ચાહકોને આશા છે કે IPL 2024 ના અંત પછી તે ચોક્કસપણે સ્ક્રીન પર પરત ફરશે. મળતી માહિતી મુજબ તેઓ પોતાની આગામી ફિલ્મ પોતાની પુત્રી સુહાના ખાન સાથે કરવા જઈ રહ્યા છે. વધુમાં તેઓ PATHAN 2, TIGER VS PATHAN જેવી ફિલ્મો પણ ભવિષ્યમાં કરતાં જોવા મળશે.

આ પણ વાંચો : Dahod: સાસરે પહોંચે તે પહેલા જ નવવધૂને પ્રેમી ઉઠાવી ગયો, વરરાજા દોડ્યો પોલીસ સ્ટેશન

 

Whatsapp share
facebook twitter