+

Rain: જામ ખંભાળિયા પંથકમાં 24 કલાકમાં જ સિઝનનો 32 ટકા વરસાદ થઈ ગયો

Rain Update: જામ ખંભાળિયા પંથકમાં રવિવારે 24 કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, મોષમની શરૂઆતમાં જ મોષમનો 32 ટકા વરસાદ પડી ગયો છે.…

Rain Update: જામ ખંભાળિયા પંથકમાં રવિવારે 24 કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, મોષમની શરૂઆતમાં જ મોષમનો 32 ટકા વરસાદ પડી ગયો છે. મુશળધાર વરસાદને પગલે અનેક ગ્રામ્ય પંથકમાં નદી નાળાઓમાં બે કાંઠે પાણી વહેતા થયા હતા. જામ ખંભાળીયાના બેહ ગામ ખાતે આવેલા પ્રખ્યાત જુંગી વાળા ધામ મંદિર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મંદિર પરિસર તરફના માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાયાના દ્રષ્યો સામે આવ્યા છે.

ક્યા કેટલો વરસાદ થયો
ખંભાળિયા 9.5 ઈંચ વરસાદ
પોરબંદર 3 ઈંચ વરસાદ
ભાણવડ 2.5 ઈંચ વરસાદ
રાણાવાવ 1.5 ઈંચ વરસાદ
નખત્રાણા 1 ઈંચ વરસાદ
ગારિયાધાર 1 ઈંચ વરસાદ
દ્વારકા 1 ઈંચ વરસાદ

ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી

નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ખેડૂતો માટે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જામ ખંભાળિયામાં આ સિઝનનો 32 ટકા વરસાદ તો થઈ ગયો છે. તો સ્વાભાવિક છે કે, આ વખતે ચોમાસું ખુબ જ સારૂ જવાનું છે. છેલ્લા ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે, તેથી અત્યારે ગુજરાતમાં સારો વરસાદ થાય તેની બધા રાહ જોઈ રહ્યા હતા. અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ

વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં 3 ઈંચ વરસાદ થયો છે. આ સાથે ભાણવડમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ થયો છે. ગારિયાધાર અને દ્વારકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લીલીયા, કોટડા સાંગાણી, માંગરોળમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા અને બાબરામાં પણ વરસાદ થયો છે.

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: Rajkot: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે બાળકીઓના મોત

આ પણ વાંચો: Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

Whatsapp share
facebook twitter