Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambalal Patel : Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજને સરકારે Director of Prosecution બનાવ્યા

06:50 PM Jul 09, 2024 | Bankim Patel

Ambalal Patel : દાયકાઓથી કાયદાની પ્રક્રિયા ઝડપી અને ન્યાયિક બને તે માટે દેશના તમામ રાજ્યોમાં ફરિયાદ પક્ષ નિયામક (Director of Prosecution) ની નિમણૂક કરવી જરૂરી છે. ગુજરાત સરકારે (Gujarat Government) ત્રણ વર્ષથી ખાલી પડેલા Director of Prosecution ના સ્થાને નિવૃત્ત જજ અંબાલાલ પટેલ (Ambalal Patel) ની ત્રણ વર્ષ માટે નિમણૂક કરી છે. રાજ્યના કાયદા વિભાગે (Law Department) આજે હુકમ જારી કર્યો છે. Director of Prosecution તરીકે નિમાયેલા નિવૃત્ત જજ અંબાલાલ આર. પટેલ કોણ છે અને કેમ રાજ્ય સરકારે તેમની કદર કરી. વાંચો આ અહેવાલમાં…

કોણ છે નિવૃત્ત જજ Ambalal Patel ?

નિવૃત્ત જજ અંબાલાલ પટેલ (Judge Ambalal Patel) મૂળ વડોદરા જિલ્લાના વતની છે. 6 વર્ષની વકીલાત બાદ ન્યાયાધીશ બનેલા અંબાલાલ પટેલ રાજ્યની અનેક અદાલતોમાં જજ તરીકે સેવા આપી ચૂક્યાં છે. 28 વર્ષની ન્યાયાધીશ તરીકેની સફરમાં તેમના નામે અનેક ‘સિમાચિહ્નરૂપ ચુકાદા’ નોંધાયા છે. અમદાવાદ મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court) માં 3 વર્ષના કાર્યકાળ દરમિયાન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ (Negotiable Instruments Act Section138) હેઠળ ચેક રિર્ટનના 19 હજારથી વધુ કેસનો નિકાલ કરવાનો રેકોર્ડ અંબાલાલ આર. પટેલના નામે છે. Ambalal Patel એ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast) પૂર્ણ કરવા સળંગ 5 વર્ષ સુધી સોમવારથી શનિવાર સુધી અદાલતની કાર્યવાહી ચલાવી હતી. કોરોનાકાળમાં પણ સપ્તાહના 6 દિવસ અદાલત ચલાવી બ્લાસ્ટ કેસ સહિતના કેસોની કાનૂની પ્રક્રિયા ચલાવી હતી. અમદાવાદના જવેલર્સ જેના નામથી ધ્રૂજતા હતા તે કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી (Gangster Vishal Goswami) ને મહેશભાઇ રાણપરાના ખંડણી તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં 21 વર્ષ 3 માસની સજાનો ચુકાદો આપ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા (Crime Branch Ahmedabad) ઑક્ટોબર-2012માં નોંધાયેલા ISI Agent Case માં દોષિતને 10 વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવી હતી. ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના એસ-6 કોચમાં આગ લગાવવાનો કેસ પણ Ambalal Patel ની અદાલતમાં હતો. અમદાવાદની City Civil and Sessions Court ના એડિશનલ પ્રિન્સીપલ જજ તરીકે અંબાલાલ આર. પટેલ જુલાઈ-2023ના અંતમાં વય નિવૃત્ત થયા હતા.

બ્લાસ્ટ કેસમાં દેશનો સૌથી મોટો ચુકાદો

અમદાવાદ બ્લાસ્ટ કેસ સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે (Special Court) ના ન્યાયાધીશ Ambalal Patel ના નામે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો નોંધાયેલો છે. 56 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનારા અને અનેકને ઘાયલ કરનારા Ahmedabad Serial Blast કેસના દોષિતોને ફેબ્રુઆરી-2022માં વીડિયો કૉન્ફરન્સિંગ (Video Conferencing) ના માધ્યમથી સજા સંભળાવી હતી. ત્રાસવાદી કૃત્ય બદલ દેશમાં પ્રથમ વખત એક સાથે 49 આરોપીને દોષિત ઠેરવાયા. 49 આતંકીઓ પૈકીના 38 ને ફાંસીની સજા અને 11 દોષિતોને જીવે ત્યાં સુધી આજીવન કેદ (Life Imprisonment) ની સજા Ambalal Patel જાહેર કરી ચૂક્યાં છે.

Ambalal Patel ને કેમ મળી છે Z+ સુરક્ષા ?

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સિમાચિહ્નરૂપ ચુકાદા (Landmark Judgment) બાદ જજ એ. આર. પટેલ (Judge A R Patel) ને રાજ્ય સરકારે ઝેડ પ્લસ સુરક્ષા (Z Plus Security) આપવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસના દોષિતો સામે ઐતિહાસિક ચુકાદો આપનારા ન્યાયાધીશ Ambalal Patel ને જાનથી મારી નાંખવાની અનેક ધમકીઓ મળવા લાગી હતી. બ્લાસ્ટ કેસના નારાજ થયેલા દોષિતોના સમર્થકોએ પત્રો અને E Mail થકી ધમકીઓ આપવાનો સિલસિલો જારી કરી દીધો હતો. આથી સરકારે અંબાલાલ પટેલને રાઉન્ડ ધ ક્લૉક સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો.

Director of Prosecution કેમ જરૂરી ?

સાચા આરોપીને સજા પડે અને ખોટાને દંડવામાં ના આવે તે માટે કાયદામાં ફરિયાદ પક્ષ નિયામક (Director of Prosecution) ની નિમણૂક જરૂરી છે. ગુજરાતમાં અનેક વર્ષોથી ખાલી પડેલા ફરિયાદ પક્ષ નિયામક (Director of Prosecution) ના સ્થાને ઑક્ટોબર-2019માં પ્રથમ વખત ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ ધોળા (Paresh Dhola) ને નિમણૂક અપાઈ હતી. છેલ્લાં ત્રણેક વર્ષથી આ સ્થાન ખાલી હતું. 1 જુલાઈ 2024થી અમલમાં આવેલા નવા કાયદાઓનું યોગ્ય પાલન કરવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) કલમ 20 (અગાઉ CrPC 25A) હેઠળ Director of Prosecution ની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ તપાસ (Police Investigation) માં ખામી ના રહે, યોગ્ય પૂરાવાઓ એકત્ર કરવામાં આવે તેમજ સરકારી વકીલ (Public Prosecutor) યોગ્ય પદ્ધતિથી કેસ ચલાવે તે Director of Prosecution મુખ્ય ફરજ છે. ફરિયાદ પક્ષ નિયામકનો મુખ્ય હેતુ અદાલતમાં ચાલતા કેસમાં કન્વીકશન રેટ (Conviction Rate) વધારવાનો છે.

આ પણ વાંચો – Tarun Barot : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરૂણ બારોટે મહિલાનો જીવ બચાવ્યો

આ પણ વાંચો – Liquor Trafficking: દારૂ ભરેલા વાહનોનો પીછો કરી લૂંટ ચલાવતી બદમાશ પોલીસ ગેંગ