+

Big News : AAP ના પૂર્વ નેતા નિખીલ સવાણી ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા નિખીલ સવાણીએ કેસરિયો ધારણ કર્યો છે. આજે તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. નિખીલ સવાણીએ સી.આર.પાટીલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળો ખેસ ધારણ…

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા નિખીલ સવાણીએ કેસરિયો ધારણ કર્યો છે. આજે તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. નિખીલ સવાણીએ સી.આર.પાટીલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળો ખેસ ધારણ કરી લીધો હતો.

નિખીલ સવાણી ભાજપમાં

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા નિખીલ સવાણી ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નિખિલ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી.  રાજીનામાં બાદ આજે તે ભાજપમાં જોડાયા છે.

સોશિયલ મીડિયામાં આપી જાણકારી

નિખીલ સવાણીએ આ મામલે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે દિવાળીના શુભ દિવસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે હું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સામેલ થયો છું.

ગઇ કાલે રાજીનામું આપ્યું હતું

ગઈકાલે તેમણે રાજીનામું આપ્યું ત્યારે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે સવિનય સાથ જણાવવાનું કે, હું નિખિલ સવાણી આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.

હાર્દિક પટેલના જુના સાથી

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા હાર્દિક પટેલના જુના સાથી નિખિસ સવાણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ આપમાં જોડાયા હતા.

 

આ પણ વાંચો—-રાજ્યના 71 જેલ કેદીઓ દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી શકશે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

 

Whatsapp share
facebook twitter