+

વધતા હાર્ટ એટેકના કેસને મામલે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટીની રચના

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને મહત્વના સમાચાર રાજ્ય સરકારે સમગ્ર મામલે કમિટીની કરી રચના હાર્ટ એટેકની ઘટનાઓને સંદર્ભે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટી UN મહેતા, ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર્સની કમિટીની રચના રાજ્યમાં…
  • રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને મહત્વના સમાચાર
  • રાજ્ય સરકારે સમગ્ર મામલે કમિટીની કરી રચના
  • હાર્ટ એટેકની ઘટનાઓને સંદર્ભે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટી
  • UN મહેતા, ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર્સની કમિટીની રચના

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે સમગ્ર મામલે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટીની રચના કરી છે. UN મહેતા અને ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર્સની કમિટીની રચના કરવામાં આવી છે જે હાર્ટ એટેકના કેસો અંગે ઝીણવટભરી તપાસ કરશે

વેક્સિનના કારણે હાર્ટ એટેક નથી આવી રહ્યા

બીજી તરફ રાજ્યમાં વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાઓ અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી કનુ દેસાઇએ કહ્યું કે વેક્સિનના કારણે હાર્ટ એટેક નથી આવી રહ્યા. તેમણે કહ્યું કે આઈસીએમઆર દ્વારા પણ આ બાબતે અગાઉ સ્પષ્ટતા થઈ હતી અને હાલ હાર્ટ એટેક બાબતે એટોપ્સી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે પાલનપુર બ્રિજ તૂટવાની ઘટનામાં તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

બ્રિજ તૂટવાની ઘટનામાં તપાસના આદેશ

આજે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી કનુ દેસાઇએ વિવિધ બાબતો અંગે જણાવ્યું હતું તેમણે કહ્યું કે
ગુજરાતના ચેરીટેબલ ટ્રસ્ટના નિયમો સુધારો થશે તથા પાલનપુર બ્રિજ તૂટવાની ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કનુ દેસાઇએ કહ્યું કે ઓછા ટેન્ડર કરતા ક્વોલિટી ટેન્ડરિંગ થાય તે માટે મુખ્યમંત્રીએ સુચના આપી છે અને ઓળખાણ વાળા કે ઓછી કિંમતના ટેન્ડરો નહીં લેવા પણ સૂચના આપી છે. પાલનપુર જેવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે ગંભીર નોંધ લેવાશે તેમ તેમણે કહ્યું હતું.

સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી જ કોન્ટ્રાક્ટ અપાયો

કોંગ્રેસે કરેલા આક્ષેપો અંગે પ્રવક્તા મંત્રી કનુ દેસાઇએ કહ્યું કે ચૂંટણી ફંડ મળવાથી કોન્ટ્રાકટ મળ્યો હોવાની વાત ખોટી છે કારણ કે કોન્ટ્રાકટ માટે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે અને સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી જ કોન્ટ્રાક્ટ અપાયો હતો.

આ પણ વાંચો—-આ તારીખે PM મોદી આવશે માદરે વતન,વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત

Whatsapp share
facebook twitter