Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સામાન્ય પરિવારમાંથી આવતી મોમીન ઉમેહાનીએ ધોરણ 12 કોમર્સમાં મેદાન માર્યું

01:33 PM May 09, 2024 | Hardik Shah

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ (Result) આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના શાહપુર (Shahpur) વિસ્તારમાં રહેતી મોમીન ઉમેહાની (Momin Umme Hani) એ ધોરણ 12 કોમર્સ (Std. 12th Commerce) માં મેદાન માર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી ધોરણ 12 કોમર્સમાં 99.80% સાથે અવલ્લ આવી છે.

તનતોડ મહેનતનું પરિણામ આખરે મળ્યું

કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી મોમીન ઉમેહાની (Momin Umme Hani) એ ધોરણ 12 કોમર્સમાં આજે મેદાન માર્યું છે. સામાન્ય પરિવારથી આવતી દીકરી ધોરણ 12 કોમર્સ માં 99.80% સાથે અવલ્લ આવી છે. પિતા સામન્ય દરજી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે અને માતા ઘરકામ કરે છે .પરિણામ આવ્યું ત્યારે માતા પિતા સાથે જ હતા અને પરિણામથી માતા પિતાના ચહેરા પર રોનક જોવા મળી હતી. છેલ્લા એક વર્ષથી મોમીન ઉમેહાની (Momin Umme Hani) તનતોડ મહેનત કરીને દિવસના 12 કલાકથી પણ વધારે મહેનત કરી આ પરિણામ હાંસલ કર્યું છે. ત્યારે દીકરીને મળેલી જ્વલંત સફળતા બાદ પિતા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું, પરંતુ દીકરી વધુ આગળ વધે તે અમારો પ્રયાસ રહ્યો હતો. દીકરી એક જ વાત કહેતી કે મારે આગળ વધવું છે અને આજે તે મહેનત રંગ લાવી.

સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 %

ઉલ્લેખનીય છે કે, આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થતા ની સાથે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. જણાવી દઇએ કે, સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % આવેલ છે.

આ પણ વાંચો – HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

આ પણ વાંચો – ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં કેનાલ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો