+

CADILA PHARMA : રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં આવ્યો નવો વળાંક

CADILA PHARMA : કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી ( (RAJIV MODI) ) સામે લાગેલા દુષ્કર્મના આરોપ કેસમાં ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઇ જતાં યુવતીના વકીલે જેસીપી…

CADILA PHARMA : કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી ( (RAJIV MODI) ) સામે લાગેલા દુષ્કર્મના આરોપ કેસમાં ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઇ જતાં યુવતીના વકીલે જેસીપી સમક્ષ ફરિયાદ કરી છે. હાલ જેસીપીને લેખિતમાં ફરિયાદ આપ્યા બાદ યુવતીના વકીલો અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્યના ડીજીપીને ઇમેલ દ્વારા ફરિયાદ કરી છે.

આ કેસમાં નવો વળાંક

કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ કરનાર યુવતી અચાનક ગાયબ થઇ ગઇ છે. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને ફરિયાદ કરી છે. વકીલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી.

તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી

વકીલે ફરિયાદમાં જણાવ્યું કે છેલ્લે યુવતીનો સંપર્ક કરાયો હતો ત્યારે રીંગ રોડ પર આવેલા બાલાજી અગોરા મોલમાં મળી હતી.થોડા દિવસ પછી યુવતી પોતાના વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી ડિપાર્ટમેન્ટ કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું. હાલ જેસીપીને લેખિતમાં ફરિયાદ આપ્યા બાદ યુવતીના વકીલો અમદાવાદ કમિશનર અને રાજ્યના ડીજીપી ને ઇમેલ દ્વારા ફરિયાદ કરી છે.

હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદીવિરુદ્ધ બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મામલે યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સોલા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. માહિતી મુજબ, પોલીસે અત્યાર સુધીમાં કુલ 17 સાક્ષીના નિવેદન લીધા છે, જેમાં રાજીવ મોદીની ઓફિસ અને ઘરમાં કામ કરતા કર્મચારીઓ પણ સામેલ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV કેમેરામાંથી કોઈ પુરાવા મળ્યા ન હતા

જણાવી દઈએ કે, આ પહેલા પોલીસે રાજીવ મોદીના (RAJIV MODI) બંગ્લોઝ અને ઓફિસના CCTV કેમેરા ચેક કર્યા હતા. પરંતુ, તેમાં કોઈ પુરાવા મળ્યા નહોતા. ઉપરાંત, પોલીસે CDR પર ચેક કર્યું હતું. જો કે, તેમાં પણ કોઈ મહત્ત્વના પુરાવા મળ્યા નહોતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ મામલે પોલીસ દ્વારા હાઇકોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટના આધારે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે. સાથે જ મહિલા ACP સામે લાગેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, જરુર જણાશે તો હજુ પણ વધુ સાક્ષીઓના નિવેદનો લેવાશે. જો કે, અત્યાર સુધીની તપાસમાં એકપણ ટેકનિકલ પુરાવો પોલીસના હાથ લાગ્યા નથી.

આ પણ વાંચો—BIG BREAKING : જુનાગઢ તોડ કાંડમાં PI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter