+

Unjha ભાજપ ઉપપ્રમુખને જનસભા પૂર્વે આવ્યું હાર્ટ એટેક, સારવાર પહેલા જ થયું મોત

Unjha: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે જાહેર સભાઓ અને કાર્યક્રમો થઈ રહ્યા છે. આ દરમિયાન મહેસાણાના ઊંઝા તાલુકાના કહોડા ગામે એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી…

Unjha: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે જાહેર સભાઓ અને કાર્યક્રમો થઈ રહ્યા છે. આ દરમિયાન મહેસાણાના ઊંઝા તાલુકાના કહોડા ગામે એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જનસભામાં ભાજપના પૂર્વ કાર્યકરનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે ઊંઝા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલનું કરૂણ મોત થયું છે. માહિતી એવી પણ સામે આવી છે કે, તેમનું મોત હાર્ટએટેકના કારણે થયું છે. નોંધનીય છે કે, ભરતભાઈ પટેલ લાંબા સમય સુધી ભાજપમાં કાર્યરત રહ્યા હતા.

હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં શોકની લાગણી છવાઈ

ઉલ્લેખીય છે કે, ભરતભાઈના મોતથી તેમના પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં શોકની લાગણીઓ છવાઈ છે. તમને જણાવી દઈએ કે, કહોડા ગામે ગોગા મહારાજની વાડીમાં મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવારા હરિભાઈ પટેલની જન સભા યોજાઈ હતી. નોંધનીય છે કે, આ સભા દરમિયાન કહોડા ગામના વતની અને ઊંઝા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ મફતલાલ પટેલને હાર્ટએકેટ આવતાં તેઓ સભામાં જ ઢળી પડ્યા હતા.

ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધ્યા

તમને જણાવી દઈએ કે, તેમને હાર્ટ એટેક આવતા ઊંધા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અશ્ચિનભાઈ પટેલ ત્યાર હાજર અગ્રણીઓ ભરતભાઈ પટેલને સરકારી હોસ્પિટલમાં સારવાક કરાવવા માટે લઈ ગયા હતા. નોંધનીય છે કે, ભરતભાઈ પટેલને વધુ સારવાર માટે ઊંઝા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. અત્યારે ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અત્યારે નાની વયે બધાને હાર્ટએટેક આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: Bharuch નાં રાજકારણમાં પ્રાણીઓની એન્ટ્રી! મનસુખ વસાવાએ કુતરાં બિલાડા પછી ચૈતર વસાવાને ગણાવ્યાં મચ્છર

આ પણ વાંચો: Lion At Diu: સિંહ પણ દીવમાં પહોંચ્યો! વન વિભાગના શ્વાસ અધ્ધર ચડી ગયા

આ પણ વાંચો: Porbandar : મતદાનના 3 દિવસ પહેલા BJP ને મોટું નુકસાન, આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

Whatsapp share
facebook twitter