+

BHARUCH : જીલ્લામાં 100 ટકા મતદાન માટે ચૂંટણી અધિકારીઓનો આ અનોખો કીમિયો

BHARUCH : ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી નો મહાપર્વ ઉજવવા માટે મતદારો સાથે ચૂંટણી વિભાગ પણ તનતોડ મહેનત કરી રહ્યું છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો માટે ઘર સુધી પહોંચી મતદાન…

BHARUCH : ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી નો મહાપર્વ ઉજવવા માટે મતદારો સાથે ચૂંટણી વિભાગ પણ તનતોડ મહેનત કરી રહ્યું છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો માટે ઘર સુધી પહોંચી મતદાન કરાવ્યું સાથે મતદાન સમયે ફરજ ઉપર રહેતા મીડિયાકર્મીઓ,કર્મચારીઓ,અધિકારીઓ પોતાના મતનો ઉપયોગ કરી શકે અને મતદાન થી વંચિત ન રહી જાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા બેલેટ પેપરથી મતદાન માટે એક અદ્દભુત સુવિધા ઉભી કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી ભરૂચ બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

BHARUCH  જીલ્લામાં લોકશાહીનો મહાપર્વ

ભરૂચ ( BHARUCH )  જીલ્લામાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં હાલ વિવિધ પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને 7 મી મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે બુથ ઉપર મતદાન પ્રક્રિયા થનાર છે. આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, વિવિધ ગ્રામ પંચાયતના તલાટીઓ,હોમગાર્ડ જવાનો,જીઆરડી જવાનો,પોલીસ જવાનો,એસ.પી,ડીવાયએસપી,અધિકારીઓને કર્મચારીઓ સહિત મીડિયાકર્મીઓ પણ ખડેપગે પોતાની ફરજ અદા કરતા હોય છે અને તેઓ મહાપર્વમાં પોતાની ફરજ સાથે મતદાન થી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જીલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બેલેટ પેપરથી 7 વિધાનસભાના બુથ ઉભા કરી મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે મીડિયાકર્મીઓ એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી સૌ પ્રથમવાર મીડિયાકર્મીઓને બેલેટ પેપરથી મતદાન કરવાનો મોકો મળતા ચૂંટણી અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

ભરૂચ ( BHARUCH )  જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ફરજ ઉપર રહેનારા કર્મીઓ માટે 5 મી મે સુધી બેલેટ પેપરથી મતદાન કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે અને 7 મી મેના રોજ જે અધિકારીઓ અને કમર્ચારીઓ ફરજ ઉપર રહેનાર છે. તેવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના સમય મુજબ આવી બેલેટ પેપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હોવાનું ચૂંટણી મતદાન મથક ઉપર હાજર ઈન્ચાર્જ બુથ અધિકારી જણાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં 12,000 જેટલા પોસ્ટલ બેલેટ મતદારો નોંધાયા.. ઘર સુધી પહોંચી મતદાન કરાવાયું હતું જેમાં દિવ્યાંગ 94 મતદારો,વૃદ્ધો 288 મતદારો,સ્પેશિયલ ફરજ પર 151 મતદાર તથા પોલીસ જવાન સહિતના અન્ય મીડિયાકર્મીઓ મળી 12000 મતદારો નોંધાયા હતા જેમાં 7000 થી વધુ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે.

મીડિયાકર્મીઓ પણ સૌ પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કરે તેવી સંભાવનાઓ

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ભરૂચ લોકસભા બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય અને વ્યવૃદ્ધો ઉનાળાની ગરમીથી મતદાન થી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા ઘર સુધી પહોંચી વયવૃદ્ધો મતદાન કરી શકે તેવા પ્રયાસ સાથે મીડિયાકર્મીઓને પણ સૌ પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કરાવવાનો અધિકારી મળતા ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદાનની ટકાવારી વધુમાં વધુ થાય તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે.

અહેવાલ – દિનેશ મકવાણા 

આ પણ વાંચો : VADODARA : નર્મદા પરિક્રમા તાત્કાલિક પુન: શરૂ કરવા માંગ

Whatsapp share
facebook twitter