+

નરસિંહ મહેતા સરોવરમાંથી જળચરોને સ્થળાંતરિત કરાયા

અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન કામગીરી બ્યુટીફીકેશન માટે તળાવનું પાણી ખાલી કરવું પડશે ગરમી અને નીચાં જતાં જળસ્તરથી માછલાં મરતાં હતા તળાવના જળચરોને સ્થળાંતરિત કરવા મનપાનો નિર્ણય જળચરોને…
અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ
  • નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન કામગીરી
  • બ્યુટીફીકેશન માટે તળાવનું પાણી ખાલી કરવું પડશે
  • ગરમી અને નીચાં જતાં જળસ્તરથી માછલાં મરતાં હતા
  • તળાવના જળચરોને સ્થળાંતરિત કરવા મનપાનો નિર્ણય
  • જળચરોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ થઈ
  • ઓક્સિજન ટેંકમાં સલામત રીતે જળચરોનું સ્થળાંતર
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત તળાવનું પાણી ખાલી કરવું પડે તેમ હતું. એક તરફ બ્યુટીફીકેશનની કામગીરી અને બીજી તરફ ઉનાળાને લઈને ગરમી તથા નીચાં જતાં જળસ્તરથી તળાવમાં માછલાં મરતાં હતા ત્યારે તળાવનું પાણી ખાલી થઈ જાય અને તળાવમાં રહેલા જળચરોનો જીવ પણ બચી જાય તે હેતુ મનપા દ્વારા તળાવમાં રહેલા જળચર જીવોને સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો અને તે અંતર્ગત જળચરોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તળાવના જળચરોને સ્થળાંતરીત કરવાનો નિર્ણય
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં અંદાજે 60 કરોડના ખર્ચે બ્યુટીફીકેશનના કામો શરૂ થયા છે. આ કામગીરીમાં તળાવની આસપાસ વોકવે બનવાનો છે અને તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી પણ થવાની છે તેથી તળાવમાં હાલમાં રહેલ પાણી ખાલી કરવું પડે તેમ છે. જો તળાવનું પાણી ખાલી કરી નાખવામાં આવે તો તળાવમાં રહેલા માછલી, કાચબા સાપ જેવા જળચરોના મૃત્યુ થાય, બ્યુટીફીકેશન કામગીરી માટે તળાવને ખાલી કરવું જરૂરી હતું તેમ જળચરોને બચાવવા પણ જરૂરી હતા. આ કામગીરી મનપા માટે પડકાર સમાન હતી ત્યારે મનપા દ્વારા પાણી પણ ખાલી થઈ જાય અને જળચરોના જીવ પણ બચી જાય તે હેતુ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં તળાવના જળચરોને સ્થળાંતરીત કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ અંગે એનજીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
માછલીઓને ઓક્સિજન સાથેના પાણીના એક ટાંકામાં નાંખવામાં આવે છે
રાજકોટની વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા નરસિંહ મહેતા સરોવરમાંથી જળચરોને સુરક્ષિત રીતે સ્થળાંતરીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંસ્થાના 25 જેટલા લોકો સવારથી આ કામગીરીમાં લાગી જાય છે. સવારે તળાવમાં જાળ નાખવામાં આવે છે, બપોર સુધીમાં તે જાળને સંકેલવામાં આવે છે અને સાંજ સુધીમાં તેમાંથી માછલીઓને કાઢીને સ્થળાંતરીત કરવામાં આવે છે. આ કામગીરીમાં માણસો તળાવમાંથી જાળ મારફત માછલી એક્ત્રીત કરે છે. કામની ચોકસાઈ માટે માછલીઓનું વજન કરવામાં આવે છે જેની નોંધ પણ કરવામાં આવે છે. આ માછલીઓને ઓક્સિજન સાથેના પાણીના એક ટાંકામાં નાંખવામાં આવે છે તેથી સ્થળાંતર દરમિયાન પણ માછલી સુરક્ષિત રહી શકે. માછલી તળાવમાં થી ઓક્સિજન ટેંકમાં આવી ગયા બાદ તેને જૂનાગઢ આસપાસના ડેમોમાં સ્થળાંતરીત કરવામાં આવે છે. આ કામગીરીની હજૂ શરૂઆત થઈ છે અને હજુ પંદર દિવસ આ કામગીરી ચાલે તેવી સંભાવના છે.
માછલાંને સ્થળાંતરીત કરવામાં આવતાં હોવાથી જીવદયા પ્રેમીઓ અને લોકોમાં આનંદની લાગણી
નરસિંહ મહેતા સરોવરમાં બ્યુટીફીકેશનની કામગીરીને લઈને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ પણ ઉનાળો શરૂ થતાં ગરમીનું પ્રમાણ વધતાં તળાવમાં પાણીના સ્તર ઘટી ગયા હતા અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં માછલા મરી ગયા હતા તેથી જે માછલા જીવીત હતા તેને બચાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને જીવદયાપ્રેમીઓમાં પણ આનંદની લાગણી છવાય છે કારણ કે જે કામગીરી થઈ રહી છે તેમાં જીવીત માછલા સ્થળાંતરીત થઈ રહ્યા છે. કોઈ જળચરને એક સ્થળે થી બીજા સ્થળે ખસેડવાની આવી રાજ્યમાં બીજી ઘટના છે, વડોદરા ખાતે આ પ્રકારની કામગીરી થયા બાદ હવે જૂનાગઢમાં તળાવમાંથી જળચરોને સ્થળાંતરીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અગાઉની ઘટનામાંથી બોધપાઠ લઈને અપડેટ સાથેની રેસ્ક્યુ કામગીરી એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓક્સિજન સાથેના ટેંકમાં સુરક્ષિત રીતે માછલાં તળાવમાંથી ડેમોમાં સ્થળાંતરીત થઈ રહ્યા છે, સુરક્ષિત રીતે માછલાંને સ્થળાંતરીત કરવામાં આવતાં હોવાથી જીવદયા પ્રેમીઓ અને લોકોમાં આનંદની લાગણી છે સાથે ચોમાસાં પહેલાં તળાવ ઉંડુ કરવાની કામગીરી કરી લેવામાં આવે તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter