+

AHMEDABAD: ત્રિપલ અકસ્માતના હ્રદય કંપાવે તેવા CCTV ફૂટેજ, દ્રશ્યો જોઈ આંખો પહોળી થઈ જશે

AHMEDABAD: અમદાવાદના બોપલ વિસ્તારમાં કાલે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં અત્યારે ચોંકાવનારા CCTV વીડિયો સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગત રાત્રીએ બોપલમાં બુટલેગરની કારે અકસ્માત…

AHMEDABAD: અમદાવાદના બોપલ વિસ્તારમાં કાલે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં અત્યારે ચોંકાવનારા CCTV વીડિયો સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગત રાત્રીએ બોપલમાં બુટલેગરની કારે અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ફોર્ચ્યુનર કારમાંથી મોટા પ્રમાણમાં દારૂ પણ મળી આવ્યો હતો. CCTV ના દ્રશ્યો પ્રમાણે વાત કરવામાં આવે તો, પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારે અન્ય કારને ટક્કર મારી હતી.

ગાડીમાંથી મળી આવી હતી દારૂની બોટલો

ઉલ્લેખનીય છે કે, કાલે શહેરના બોપલ વિસ્તારમાં (Bhopal) ફોર્ચ્યુનર કાર (Fortuner Car), થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.પ્રાથમિક જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં 3 લોકોનો મોત નીપજ્યાં હોવાની માહિતી

તમને જણાવી દઈએ કે, અકસ્માતમાં 3 લોકોનો મોત નીપજ્યાં હોવાની માહિતી હતી. થાર ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મૃતકોની ઓળખ થાર કારસવાર અજીત કાઠી, મનિષ ભટ્ટ અને ફોર્ચ્યુનર કારચાલક ઓમપ્રકાશ તરીકે થઈ છે. જ્યારે, ફોર્ચ્યુનરમાં સાઈડમાં બેઠાલા રાજેન્દ્ર સાહુ હાલ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. બંને રાજસ્થાનના સિરોહીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad : બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત, બેફામ બુટલેગર કાળ બની 3 ને ભરખી ગયો!

આ પણ વાંચો: Monsoon in Gujarat : 206 જળાશયમાં 29% જળસંગ્રહ, જાણો સરદાર સરોવર ડેમમાં પાણીની આવક

આ પણ વાંચો: Kutch : પોલીસકર્મીઓ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે બુટલેગર, મહિલા કોન્સ્ટેબલની ધરપકડ

Whatsapp share
facebook twitter