+

અમદાવાદ : RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા 170 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ, કારણ ચોંકાવી દેશે

Ahmedabad : રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા ડોક્યુમેન્ટને આધારે પ્રવેશ મેળવનારા 170 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓને નિયત ફી ભરીને એડમિશન લેવા માટે DEO એ આદેશ…

Ahmedabad : રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા ડોક્યુમેન્ટને આધારે પ્રવેશ મેળવનારા 170 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓને નિયત ફી ભરીને એડમિશન લેવા માટે DEO એ આદેશ કર્યો છે.

170 જેટલા એડમિશન અમદાવાદ DEO દ્વારા રદ્દ કરાયા

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને 25% લેખે પ્રવેશ આપવામાં આવે છે. જે પૈકી અનેક વાલીઓ ફી ભરવાથી બચવા મટે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને પોતાના બાળકોના એડમીશન કરાવે છે. ત્યારે આવા 170 જેટલા એડમિશન અમદાવાદ DEO દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. ઉદ્દગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, ગ્લોબલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોમાં ખોટા ડોક્યુમેન્ટને આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. ઉદ્દગમ સ્કૂલના 106 વિધાર્થીઓ, ગ્લોબલ સ્કૂલના 46, આનંદનિકેતન સ્કૂલના 6 અને ઝેબાર સ્કૂલના 10 અને એપલ સ્કૂલ અને H3 સ્કૂલના 1-1 વિધાર્થીઓના એડમીશન રદ્દ કરવામાં આવ્યું છે.

300 થી વધુ વાલીઓએ ખોટા પુરાવાઓ રજૂ કરીને એડમીશન લીધા

RTE અંતર્ગત એડમીશન લેનાર વાલીઓ પાસેથી ઈનકમ ટેક્સ રિટર્ન પણ અપલોડ કરવામાં માટે ગત વર્ષે સૂચના આપવામાં આવી હતી. જે પણ અનેક વાલીઓએ અપલોડ કર્યા ન હતા. પરંતુ અમદાવાદની ખાનગી શાળાઓએ એજન્સી રાખીને તપાસ કરતા શહેરના 300 થી વધુ વાલીઓએ ખોટા પુરાવાઓ રજૂ કરીને એડમીશન લીધા હતા. જેની સુનાવણી અમદાવાદ DEO દ્વારા રાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે DEO એ જણાવ્યું હતું કે, સ્કૂલની ફરિયાદને આધારે વાલીઓને રૂબરૂમાં બોલાવીને ખુલાસો માગવામાં આવ્યો હતો. અને જેમના 36 વાલીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડમિશન ચાલુ રાખવામાં આવ્યા છે. જ્યારે 170 વિદ્યાર્થીઓને એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે અને નિયત ફી ભરીને એડમિશન ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.

શું છે RTE ?

બાળકોના શિક્ષણને લગતું આ એક બિલ છે. 04 ઓગસ્ટ 2009 ના રોજ ભારતીય સંસદ દ્વારા આ યોજના પસાર કરવામાં આવી હતી. પરંતુ તે સમગ્ર ભારતમાં (જમ્મુ અને કાશ્મીર સિવાય) 01 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો હતો. આ બિલ પસાર થતાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર મળ્યો છે. બંધારણની કલમ 21 6 થી 14 વર્ષની વયના બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણની જોગવાઈ કરે છે અને કલમ 21(a) માં 86મા સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને તમામ નાગરિકોનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે.

અહેવાલ – હાર્દિ ભટ્ટ

આ પણ વાંચો – રાજકોટમાં RTE હેઠળ એડમિશન સામે આવ્યું ભોપાળું

આ પણ વાંચો – અમદાવાદની આ શાળામાં RTE માં ભણતા વિદ્યાર્થી સાથે ભેદભાવ, વાલીનો આક્ષેપ

Whatsapp share
facebook twitter