+

Rain Forecast: વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ કલાકમાં આવશે વરસાદી ઝાપટા

Rain Forecast: ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદને લઈને હવામાન વિભાગ (Meteorological…

Rain Forecast: ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદને લઈને હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આગામી ત્રણ કલાકમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, વરસાદ સાથે સાથે મહત્તમ 40 કિલોમીટર કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

ક્યા ક્યા થવાનો છે વરસાદ?

વરસાદી વિસ્તારની વાત કરવામાં આવે તો, અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. નોંધનીય છે કે, ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે.

આગામી ત્રણ કલાકમાં વરસાદ પડે તેવી સંભાવના

નોંધનીય છે કે, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ વિસ્તારોમાં અત્યારે આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે ચોમાસું બેસી ગયું છે. જેથી વરસાદ થયા તો ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે.

વરસાદ થયા તેવી આગાહીઓ કરવામાં આવી છે

ગુજરાતમાં સારો એવો વરસાદ થયા તેવી આગાહી (Rain Forecast)ઓ કરવામાં આવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે.  જો સારો એવો વરસાદ થાય છે તો ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળશે. કારણ કે, ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરવાના છે.

 આ પણ વાંચો: Surat : દારૂની મહેફિલ માણતા SMC ના અધિકારીઓ સામે કડક કાર્યવાહી, ફટકારાઈ આ સજા

આ પણ વાંચો: Gujarat Politics : BJP નેતાએ કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા રચ્યું કાવતરું ? Video વાઇરલ થતાં ખળભળાટ

આ પણ વાંચો: Surat : વકીલ મેહુલ બોઘરાએ FIR રદ્દ કરવા અરજી કરી, કોર્ટે કહ્યું- તમે પબ્લિસિટી માટે ભૂખ્યા છો..!

Whatsapp share
facebook twitter