+

Credai : ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 18માં GIHED પ્રોપર્ટી શોનું આયોજન

ક્રેડાઈ અમદાવાદ દ્વારા આગામી 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 18માં GIHED પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ…

ક્રેડાઈ અમદાવાદ દ્વારા આગામી 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 18માં GIHED પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે. ક્રેડાઈ અમદાવાદ જેને અગાઉ GIHED CREDAI નામથી પણ ઓળખવામાં આવતું હતું.

60 થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ જોડાશે

આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60 થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની મંજૂરી આપશે.

વન સ્ટોપ સોલ્યુશન

આ અંગે ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૦૫માં GIHED પ્રોપર્ટી શોની શરૂઆત થઈ ત્યારથી સમગ્ર શહેરના લોકો અને બહારના પ્રોપર્ટી ખરીદનારાઓ અને રોકાણકારો માટે વિવિધ સેગમેન્ટમાં પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વન સ્ટોપ સોલ્યુશન બનેલ છે. સંસ્થા દ્વારા આયોજિત ૧૮મો GIHED પ્રોપર્ટી શો એ ખરીદદારો અને રીયલ એસ્ટેટ સેક્ટરના રોકાણકારો માટે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો એક અનોખો અવસર પ્રદાન કરશે. આ પ્રોપર્ટી શોમાં વિવિધ કેટેગરી અને બજેટના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશે. જે મિલકત ખરીદદારોને તેમના બજેટ મુજબ અને પસંદગીના વિસ્તારોમાં મિલકતના વિકલ્પોની વિવિધ કેટેગરી ઓફર કરશે. અને શહેરના વાયબ્રન્ટ રિયલ એસ્ટેટ માર્કેટની ઝલક પણ આપશે તેમાં તેઓએ ઉમેર્યું હતું.

સેવાકીય કાર્યો શરૂ કરવા એમઓયુ કરાશે

ક્રેડાઈ નેશનલની ૨૫માં સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદના સભ્યોના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અન્વયે વિવિધ સેવાકીય કાર્યો શરૂ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય તેના પ્રયાસ છે. સાથે પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપતી પહેલ પણ હાથ ધરવામાં આવશે.

જૂની પ્રથાને સમાપ્ત કરવા માટે એક પહેલ

ક્રેડાઈ અમદાવાદ દ્વારા સુપર બિલ્ટ અપ એરિયાના આધાર પર મિલકતને વેચાણ કરવાની જૂની પ્રથાને સમાપ્ત કરવા માટે એક પહેલની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી ડ્યુઅલ સેલિંગ પદ્ધતિ રેરા એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયા મુજબ ચાલુ છે જેને હવે દૂર કરવાની છે. હવેથી પ્રોપર્ટી બોક્સ કિંમતમાં દર્શાવવામાં આવશે અને ફક્ત રેરા એરિયા પ્રમાણે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવશે. આ પદ્ધતિના અમલથી માત્ર પ્રોપર્ટીની વેચાણ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે આથી તેના કારણે પ્રોપર્ટીના ભાવમાં કોઈ વધારો કે ફેરફાર થશે નહીં એમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યુ હતું.

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા

આ પગલું ગ્રાહકલક્ષી ગણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આનાથી પ્રોપર્ટી ખરીદનારાઓને સાઈઝ અને ફેસીલીટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે એપલ ટૂ એપલ તુલના કરવા અને તે અનુસાર નિર્ણય લેવામાં સુગમતા મળશે. આ એક પ્રજાલક્ષી ઇનીશીયેટીવ છે જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને સ્પષ્ટતા આવશે.

આ નિર્ણય એક ગેમ ચેન્જર તરીકે સાબિત થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ગતિશીલ વિકાસ અને ઝડપથી થયેલા વિસ્તરણને કારણે આ નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એક ગેમ ચેન્જર તરીકે સાબિત થશે. કેમ કે, રીયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી આવવાના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં વિશ્વાસ ખુબ વધશે. આ સાથે રાજ્યમાં ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે છે. બીઆરટીએસ, એમટીએસ, મેટ્રોની સુવિધા તેમજ આવનાર સમયમાં બુલેટ ટ્રેનની પણ સુવિધા ઉપલબ્ધ થવાની છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોડ કનેક્ટિવિટીમાં અમદાવાદ અગ્રેસર છે. આ ઉપરાંત આપણે સૌએ જોયું કે ગિફ્ટ સિટીમાં જે રીતે વિકાસ થયો છે અને એ જ રીતે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બનવા જઈ રહ્યું છે આવા મહત્વના પ્રોજેક્ટને કારણે સમગ્ર દેશ અને વિદેશના લોકો ને અમદાવાદના રિયલ એસ્ટેટમાં રસ વધ્યો છે. જેના લીધે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ રોકાણ આકર્ષિત કરશે.”

આ પણ વાંચો—-નવા વર્ષ નિમિત્તે મોદી સરકાર માત્ર આટલા રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે ચોખા, જાણો વિગત

More in :
Whatsapp share
facebook twitter