+

Surat : સીટી લાઈટ વિસ્તારના બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાતા 16 પરિવારો મુશ્કેલીમાં

Surat : સુરત (Surat)ના સીટી લાઈટ વિસ્તારના બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અધ્ધર કરી દેતા 16…

Surat : સુરત (Surat)ના સીટી લાઈટ વિસ્તારના બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અધ્ધર કરી દેતા 16 થી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે. લોકોએ આક્ષેપ કર્યા છે કે વર્ષ 2020 માં લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકીંગ કરાવ્યા હતા. ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અધ્ધર કરી દેવાયા હતા. એટલું જ નહીં પરંતુ એક ફ્લેટની ત્રણ-ત્રણ ફાઈલો બનાવવામાં આવી છે. જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપતા પરિવારોના માથેથી છત છીનવાઈ જવાની ભીતિ રહેલી છે. પરિવારોએ બિલ્ડરના સીટી લાઈટ સ્થિત નિવાસસ્થાને પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બિલ્ડર ભરત ભારવાણીના નિવાસ્થાન ખાતે દેખાવો

સુરતના વાડી ફળિયા વિસ્તારમાં આવેલી ચકા શેરીમાં બિલ્ડર ભરત ભારવાણીએ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એપાર્ટમેન્ટ ઊભું કર્યું છે. આ એપાર્ટમેન્ટમાં 16 જેટલા પરિવારોએ બિલ્ડરને લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુક કરાવ્યા હતા. વર્ષ 2020 માં બુક કરાવેલા આ ફ્લેટનો કરજો પરિવારજનોને હમણાં સુધી નહીં મળતા તમામ લોકો આજરોજ સુરતના વિસ્તારમાં આવેલા બિલ્ડર ભરત ભારવાણીના નિવાસ્થાન ખાતે પહોંચ્યા હતા.જ્યાં હાથમાં બેનરો લઈ પરિવારજનોએ દેખાવ કર્યા હતા.ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં બિલ્ડર ભરત ભારવાણી ને લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી.સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેંક દ્વારા સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

બિલ્ડર ભરત ભારવાણી દ્વારા વાડી ફળિયા ખાતે ઉભા કરવામાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2020 માં આ ફ્લેટ બુકિંગ કરાવવામાં આવ્યા હતા. પ્રતિ ફ્લેટ દીઠ બિલ્ડરે 12 લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી હતી. જે ફ્લેટ તૈયાર કરી ટૂંક સમયમાં આપી દેવાની બાંહેધરી આપી હતી. આજે ચાર વર્ષથી વધુ સમય થયા છતાં બિલ્ડર દ્વારા ફ્લેટનો કબજો આપવામાં આવ્યો નથી. વારંવાર બિલ્ડરની ઓફિસે અને ઘરે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સુરત પોલીસ કમિશનર કચેરી અને સ્થાનિક પોલીસ મથકમાં લેખિતમાં અરજીઓ કરવા છતાં કોઈ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. બિલ્ડર દ્વારા પ્રોપર્ટી પર લોન પણ લેવામાં આવી છે. જે લોનની ભરપાઈ નથી કરતા બેંક દ્વારા સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મહેનત પરસેવાની મૂડી ફ્લેટમાં રોકાણ કરી છે. જે મૂડી ના તો પરત કરવામાં આવી રહી છે કે ના તો ફ્લેટ નો કબજો આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક જ ફ્લેટની ત્રણ ત્રણ ફાઈલ બનાવી અન્ય લોકોને વેચી મારવામાં આવ્યા છે. એક રીતે બિલ્ડર ભરત ભારવાણી દ્વારા પરિવારો જોડે છેતરપિંડી આચરવામાં આવી છે. જે મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવે તેવી માંગ છે.

અહેવાલ—આનંદ પટણી, સુરત

આ પણ વાંચો—-બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં RAJIV MODI એ આપ્યું ચોંકાવનારું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter