+

14 મું CIC સફળતાપૂર્વક પૂર્ણ થયું, ગુજરાતને પ્રીમિયમ MICE ડેસ્ટિનેશન તરીકે મળ્યું સ્થાન

ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ અને ધ ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે આયોજિત 14મી કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવ (CIC) ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ફ્લેગશિપ ઇવેન્ટ 7 થી 9…

ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ અને ધ ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે આયોજિત 14મી કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવ (CIC) ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ફ્લેગશિપ ઇવેન્ટ 7 થી 9 ડિસેમ્બર, 2023 દરમિયાન, ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઇ હતી, જેનું થીમ “સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ્સ ટુવર્ડ્સ અ 5 ટ્રિલિયન ઇકોનોમી” હતું. આ કોન્ક્લેવનો ઉદ્દેશ મિટીંગ્સ, ઈન્સેન્ટીવસ્, કન્વેન્શન્સ અને અક્ઝીબિશન (MICE) માટે ભારતને પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાનો હતો.

7 ડિસેમ્બરના રોજ, ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી શ્રી મુલુભાઈ બેરા સહિત અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ICPB ના વાઇસ ચેરમેન અમરેશ તિવારી, ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ અને ICPBના અધ્યક્ષ IAS રાકેશ કુમાર વર્મા, ગુજરાત પ્રવાસનના સચિવ હારિત શુક્લા (IAS), ટૂરિઝ્મ કૉર્પોરેશન ગુજરાત લિમિટેડના એમડી ડૉ. સૌરભ પારધી (IAS) અને ICCAના CEO સેંથિલ ગોપીનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત MICE ફિલ્મ અને “ઇન્ક્રેડિબલ ઇન્ડિયા- MICE ફિલ્મ” નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ICPB ગુજરાત ચેપ્ટરની રચના જેવી મહત્વની જાહેરાત અને “મીટ ઇન ગુજરાત” સબ-બ્રાન્ડની રજૂઆત કરવામાં આવી.

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગુજરાત પ્રવાસન નિગમ લિ. (TCGL) અને ICPB ના અધિકારીઓએ ઇન્ડિયન સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી, ઇન્ડિયન એન્ડોડોન્ટિક સોસાયટી, એઇડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા અને ફાયર સેફ્ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે રાષ્ટ્રીય સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા. ઉપરાંત, ઈન્ટરનેશનલ કોંગ્રેસ અને કન્વેન્શન એસોસિએશન સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ કરવામાં આવ્યા હતા. મરણોપરાંત ICPB હોલ ઓફ ફેમ એવોર્ડથી સ્વર્ગસ્થ શ્રી ગિરીશ ક્વાત્રાનું સન્માન કરવામાં આવ્યું.

કોન્ક્લેવના બીજા દિવસની શરૂઆત “મીટ ઈન ઈન્ડિયા” થી થઈ. ICCA ના CEO શ્રી સેંથિલ ગોપીનાથ દ્વારા આ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. સીટી- બેઝડ્ કન્વેન્શન બ્યુરો દ્વારા MICEની ક્ષમતાનો ઉપયોગ કરવા અને ભારતને એક અગ્રણી MICE સ્થાન તરીકે સ્થાપિત કરવા માટેની વ્યૂહરચના ઘડવા પર ચર્ચાઓ કરવામાં આવી હતી. પેનલે MICE ક્ષેત્રે ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત કરવા માટે સરકારી સમર્થન, ભંડોળ અને સીસ્ટમેટીક માર્કેટિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

બીજું સત્ર હતું “આઇકોનિક ગુજરાત: કલ્ચર, નેચર, હેરિટેજ એન્ડ MICE પોટેન્શિલ”(પ્રતિષ્ઠિત ગુજરાત: સંસ્કૃતિ, પ્રકૃતિ, વારસો અને MICE ક્ષમતા), જેમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આવકારદાયક આતિથ્ય પર ભાર મૂકવામાં આવ્યો. ત્રીજા સત્રમાં, “સસ્ટેનેબલ MICE: નર્ચરિંગ જેન્ડર ઇક્વૉલિટી ફોર એમ્પાવરિંગ ધ ફ્યુચર,”(ટકાઉ MICE: ભવિષ્યના સશક્તિકરણ માટે જાતીય સમાનતા) પર ચર્ચા કરવામાં આવી, જેમાં કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને સમાન તકો પૂરી પાડવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

ITC લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નકુલ આનંદની આગેવાની હેઠળનું અંતિમ સત્ર, “સસ્ટેનેબિલિટી ઇન ધ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી” (પર્યટન ઉદ્યોગમાં ટકાઉપણું) પર યોજાયું હતું, જેમાં આબોહવા પરિવર્તનની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ઇવેન્ટ પ્લાનિંગ ક્ષેત્રમાં જવાબદાર પસંદગીઓને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવી હતી.

ત્રીજા દિવસે સ્પોન્સરશિપ અને બિડિંગની તકો શોધવા, ભારતની સપ્લાય-સંચાલિત MICE સ્પર્ધાત્મકતા વધારવા અને MICE ઉદ્યોગના વિકાસ માટે આધુનિક ટેક્નોલોજી (AI)નો ઉપયોગ કરવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી. સમાપન સત્રની અધ્યક્ષતા ગુજરાત સરકારના પ્રવાસન સચિવ IAS હારિત શુક્લા દ્વારા કરવામાં આવી હતી. ICBPના વાઈસ ચેરમેન અમરેશ તિવારી, ICPBના Hony. ટ્રેઝરર મદન કાક અને ICPBના ED શ્રીમતી મધુ દુબેએ આવશ્યક મંતવ્યો રજૂ કરીને ભાવિ પહેલોની રૂપરેખા આપી હતી.

કોન્ક્લેવની સફળતા માટે પ્રતિનિધિઓ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા શ્રી અમરેશ તિવારીએ ICPBના ગુજરાત ચેપ્ટરની શરૂઆત અંગે જાહેરાત કરી અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ માટેની યોજનાઓની રૂપરેખા આપી. શ્રી હારિત શુક્લાએ ભારતના MICE સ્થળોમાં રાજ્યને અગ્રણી સ્થાન પર પ્રમોટ કરવા માટે ગુજરાત ટુરિઝમ તરફથી અડગ સમર્થન માટે ખાતરી આપી હતી.

સમાપન સત્ર સાથે 14મી CICનું સફળતાપૂર્વક સમાપન થયું અને પૂર્વનિર્ધારિત સમયમર્યાદામાં ICPB ના ગુજરાત સ્ટેટ ચેપ્ટરની સ્થાપના કરવામાં આવી. કન્વેન્શન સ્થળોના વર્ગીકરણ માટે ધોરણો સ્થાપિત કરવામાં અવશે. MICE હિતધારકોની તમામ કેટેગરીમાં પ્રતિભાઓને માન્યતા આપવા માટે નેશનલ MICE એવોર્ડ રજૂ કરવામાં આવ્યા. આ કોન્ક્લેવે રાજ્યમાં MICE ઉદ્યોગના વિસ્તરણ માટે કેન્દ્રિત અને સર્વગ્રાહી યોજના બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે.

ગુજરાતને ભારતના MICE નકશા પર નિશ્ચિતપણે સ્થાન આપવા માટે, ગુજરાતના પ્રવાસન સચિવ IAS શ્રી હારિત શુક્લાએ ICPB સાથેના સમર્થન અને સહયોગની ફરી એકવાર પુષ્ટિ કરી.

ICPB વિશે: ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) એ ભારતને પસંદગીના MICE સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે સમર્પિત રાષ્ટ્રીય સંસ્થા છે. 14મી કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવની સફળતા બાદ, ICPB અસરકારક અને ટકાઉ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં ભારતને વિશ્વ લીડર તરીકે સ્થાપિત કરવાના તેના મિશન માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો – Ankleshwar : ડીસન્ટ રેસ્ટોરન્ટના ભોજનમાં મકોડા નીકળતા ગ્રાહકનો હોબાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter