+

Amit Shah સામે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડશે, જાણો કોણ કઈ પાર્ટીમાંથી છે?

Gandhinagar Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં 21 રાજ્યોની 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હજી મતદાન પ્રક્રિય શરૂ થઈ નથી. ગાંધીનગર લોકસભા…

Gandhinagar Lok Sabha Election: લોકસભા ચૂંટણીમાં 21 રાજ્યોની 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હજી મતદાન પ્રક્રિય શરૂ થઈ નથી. ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ શોનું પણ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ (Amit Shah) દેશના દિગ્ગજ રાજનેતાઓમાં આવે છે. ત્યારે તેમની સામે પણ કેટલાક લોકોએ ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સામે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડવાના છે.

બીજેપીની સુરક્ષિત બેઠકમાંની એક એટલે ગાંધીનગર બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગજ નેતા અટલજી અને લાલકૃષ્ણ અડવાણી એકવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. છેલ્લી ચૂંટણી 2019માં અમિત શાહ આ બેઠક પરથી સાંસદ બન્યા હતા.

અમિત શાહ સામે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડશે

નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. આ વખતે અમિત શાહ સામે 11 મુસ્લિમ ઉમેદવારોએ ચૂંટણી લડવાના છે. તમામ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ ગુજરાતની તમામ સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે.

ગાંધીનગર બેઠકના મુસ્લિમ ઉમેદવારોની યાદી
દીન મોહમ્મદ સૈયદ અપક્ષ
ઉમિયા અલીભાઈ અપક્ષ
બગવાન બહાદુર શાહ ગુલ મોહમ્મદ અપક્ષ
મહેબૂબ રંગરેઝ સ્વતંત્ર
મોહમ્મદ અવેશ શેખ
ધનવાન ભારત પાર્ટી
મલિક મકબૂલ સાકિબ અપક્ષ
પઠાણ ઈમ્તિયાઝ ખાન અપક્ષ
શાહનવાઝ ખાન અપક્ષ
નવસાદ આલમ મલિક અપક્ષ
મોહમ્મદ દાનિશ
બહુજન સમાજ પાર્ટી
તનવીરુદ્દીન ઇલમુદ્દીન શેખ અપક્ષ

 આ પણ વાંચો: Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’

આ પણ વાંચો: Amit Shah : બેક ટુ બેક રોડ શૉ બાદ વેજલપુરમાં સંબોધન, જાણો કેન્દ્રીય ગૃહમંત્રીએ શું કહ્યું ?

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

Whatsapp share
facebook twitter