+

Dawood Ibrahim : જામીન મેળવી વડોદરાથી ભાગેલો દાઉદ પછી ક્યારેય ભારતમાં આવ્યો જ નથી

વિશેષ પ્રસ્તુતી–ડો.વિવેક કુમાર ભટ્ટ  આગળના એપિસોડમાં આપણે વાંચ્યું કે દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) દાણચોરીની દુનિયામાં લલ્લુ જોગીની મદદથી ખુબ આગળ વધી રહ્યો હતો. તેનું નેટવર્ક પણ વિસ્તરી રહ્યું હતું. તે…
વિશેષ પ્રસ્તુતી–ડો.વિવેક કુમાર ભટ્ટ 
આગળના એપિસોડમાં આપણે વાંચ્યું કે દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) દાણચોરીની દુનિયામાં લલ્લુ જોગીની મદદથી ખુબ આગળ વધી રહ્યો હતો. તેનું નેટવર્ક પણ વિસ્તરી રહ્યું હતું. તે મુંબઇમાં બેસીને તમામ ગેરકાયદેસરના ધંધા પર નજર રાખી રહ્યો હતો. જો કે હવે પોલીસ અને કસ્ટમ અધિકારીઓ પણ સક્રિય થઇ ગયા હતા. જૂન, 1983માં ગુજરાતના સલાયા બંદરે જ્યારે દાઉદનો કરોડોનો માલ આવ્યો ત્યારે કસ્ટમે આ માલને પકડી લીધો હતો અને તેથી દાઉદને ગુજરાત આવવા મજબૂર થવું પડ્યું હતું….
હવે આગળ વાંચો…
દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) હવે ડોન જેવો ફેમસ થઈ ગયો હતો. દાઉદને તેની કાર ખૂબ જ પસંદ હતી. તે તેની લાલ રંગની હોન્ડા એકોર્ડમાં ગુજરાત જવા નીકળ્યો હતો. તેની સાથે હાજી ઈસ્માઈલ, ઈબ્રાહીમ મહોમ્મદ શેખ, અલી અબ્દુલ્લા અંતુલે અને ડ્રાઈવર ગુલામ હતા. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ દાઉદ તેના ત્રણ સાથીદારો સાથે જામનગર સલાયા ખાતે સગાઈના પ્રસંગમાં ગયો હતો. તેમનો જપ્ત કરેલ માલસામાન લઈને દાઉદ (Dawood Ibrahim) અમદાવાદથી વડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે કોઈ સફેદ એમ્બેસેડરમાં તેની પાછળ આવી રહ્યું હતું. હાજી ઈસ્માઈલને શંકા હતી કે કંઈક ગરબડ છે. દાઉદે એક બાજુ કાર રોકી અને પછી સફેદ એમ્બેસેડર આગળ નીકળી ગઇ.હાજી ઈસ્માઈલે જોયું કે તેમાં આલમઝેબ હતો, ત્યારબાદ ફાયરીંગ થયું.
દાઉદને ગોળી વાગી
ફાયરીંગમાં હાજી ઈસ્માઈલના હાથમાં ગોળી વાગી હતી અને બીજી ગોળી દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim)ને વાગી હતી. મોહમ્મદ ઈબ્રાહીમ શેખ, ગુલાબ અને અંતુલે ઘાયલ થયા હતા. દાઉદ અને હાજી ઈસ્માઈલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં તેણે નિવેદન આપ્યું હતું કે કેટલાક લૂંટારાઓએ તેના પર હુમલો કર્યો હતો અને તે ઘાયલ થયા હતા.
જગદીશ લોજમાં હથિયારો છુપાવ્યા
જો કે  કારમાં ગોળીઓ હોવાથી તેમાં હથિયારો હતા, તેથી પોલીસ કાર્યવાહી વધુ કડક કરે તે પહેલા અંતુલે અને ઈબ્રાહીમ જગદીશ લોજ માં ગયા અને ત્યાં તેઓએ અશોક શાહના નામે ત્રણ રૂમ બુક કરાવ્યા, જ્યાં દાઉદે તમામ 5 રિવોલ્વર છુપાવી હતી અને કારમાં રાખેલા 51 કારતૂસ પણ ત્યાં છુપાવી હતી.  ગુલાબ કારમાં  કાર લઇને દમણ પહોંચ્યો. ગુલાબે આ વાત દમણ જઇને દાણચોર લલ્લુ જોગીને કહી અને પછી આ સમાચાર આખા અન્ડરવર્લ્ડમાં આગની જેમ ફેલાઈ ગયા કે દાઉદને ગોળી મારી દેવામાં આવી છે.
તે સમયે પોલીસમાં કોઈને ખબર ન હતી કે આ દાઉદ ઈબ્રાહીમ મોટો ડોન છે
જો કે તે સમયે પોલીસમાં કોઈને ખબર ન હતી કે આ દાઉદ ઈબ્રાહીમ મોટો ડોન છે,. દાઉદ સારા પરિવારનો ધનિક છોકરો લાગતો હતો… જ્યારે મકરપુરા પોલીસ વધુ તપાસ માટે હોસ્પિટલમાં ગઈ ત્યારે દાઉદે તેનો ઉલ્લેખ કર્યો ન હતો. નિવેદનમાં તેણે પોતાની પાસે રહેલા હથિયારોનો ઉલ્લેખ કર્યો ન હતો. તેણે એફઆઈઆરમાં લખાવ્યું કે તેઓ ટેક્સીમાં હતા અને આલમઝેબે તેમના પર હુમલો કર્યો  પરંતુ પોલીસને દાળમાં કંઈક કાળું દેખાયું હતું કારણ કે હાજી ઈસ્માઈલ હોસ્પિટલમાંથી છટકી ગયો.
બુરખો પહેરેલી એક યુવતી દાઉદને મળી
તે સમયે અલગ-અલગ લોકો વેશ બદલીને દાઉદને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, બુરખા પહેરેલી એક યુવતી દાઉદને પત્ર આપવાનો પ્રયાસ કરી રહી હતી, જે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. આ પત્રે પોલીસ વિભાગને હચમચાવી નાખ્યું હતું. આ પત્રમાં દાણચોરીના રેકેટનો હિસાબ અને દાણચોરોના નામ હતા અને પછી પોલીસને ખબર પડી કે આ દાઉદ ઈબ્રાહીમ મુંબઈનો ડોન છે.
દાઉદને મળવા પહોંચ્યા 15 કુખ્યાત દાણચોરો
બીજા દિવસે 12મીએ અંડરવર્લ્ડના 15 દાણચોરો દાઉદને મળવા સયાજી ગંજ પહોંચ્યા હતા, જેમાં દાણચોરો હતા. લલ્લુ જોગી ગુજરાતનો સૌથી મોટો ડોન પણ હતો કારણ કે લલ્લુ જોગી વોન્ટેડ હતો અને તેની પાસેથી ઘણી રિવોલ્વર અને કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે 15 લોકોની ધરપકડ કરી હતી. હવે ટોચના પોલીસ અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓ બધા સાથે મળીને કામ કરી રહ્યા હતા અને તે સ્પષ્ટ થઈ ગયું કે દાઉદ નાનો ગુનેગાર નથી પણ ખતરનાક ડોન છે. પોલીસ કસ્ટમ્સ અધિકારીઓએ હવે હોસ્પિટલમાં કડક સુરક્ષા ગોઠવી દીધી હતી અને તે સ્પષ્ટ હતું કે હવે અંડરવર્લ્ડમાંથી ઘણા લોકો અહીં આવી શકે છે. હવે પોલીસે દરેક વ્યક્તિ પર વોચ રાખી હતી.
જગદીશ લોજમાંથી મળ્યા હથિયારો
14 જૂનના રોજ મોહમ્મદ ઈબ્રાહીમ શેખ અને અંતુલે જગદીશ લાજમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે પોલીસને મોટી સફળતા મળી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી. અંતુલેએ જે ચાવી ફેંકી તે જગદીશ લોજના રુમની ચાવી હતી. ત્યારબાદ જગદીશ લોજ પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે રૂમ નંબર 16, 23માંથી 5 રિવોલ્વર અને 51 કારતૂસ મળી આવ્યા હતા જે અશોક શાહના નામે ચોપડે લખાયેલા હતા. વધુ તપાસ કરતાં ગુલાબનું નામ મળી આવ્યું હતું.ગુલાબની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ લાલ કલરની હોન્ડા એકોર્ડ દમણથી જપ્ત કરાઇ હતી. 14મીએ સયાજી ગંજમાં લખેલી એફઆઈઆરમાં નોંધાયેલા નિવેદનમાં મિસફાયરની વાત સામે આવી હતી કારણ કે આર્મ્સ એક્ટનો ગુનો પહેલેથી જ લખાયેલો હતો, તેથી હવે એક પ્રયાસ સમગ્ર મામલો છુપાવવા માટે કરવામાં આવી હતી.
દાઉદને જામીન મળ્યા અને ત્યારથી જ ભારતમાંથી ભાગી ગયો
17મીએ લલ્લુ જોગી સહિત 15 લોકોને જામીન મળ્યા હતા, જ્યારે 21મીએ દાઉદને રૂ.25,000ના સોલ્વન્સી પર જામીન મળ્યા હતા અને ત્યારથી અત્યાર સુધી દાઉદની ધરપકડ કરવામાં આવી નથી. આલમ ઝેબને ગુજરાત પોલીસે સુરતમાં એન્કાઉન્ટરમાં માર્યો હતો. કહેવાય છે કે દાઉદે તેની માહિતી પોલીસને આપી હતી. આ તે સમય હતો જ્યારે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા હતા.. કસ્ટમ્સ, મુંબઈ પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંકલનનો સૌથી મોટો અભાવ સ્પષ્ટ જોઈ શકાય છે, જો તે સમયે મુંબઈ પોલીસ દાઉદને પકડવા આવી હોત અથવા કસ્ટમ્સ આવી હોત અને જો દાઉદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોત તો કદાચ દાઉદ આજે વિશ્વનો સૌથી મોટો આતંકવાદી ન હોત…

Whatsapp share
facebook twitter