+

JNU TEASER : વિચારધારા, વિધાર્થી અને રાજનીતિની વાત કરતી બહુચર્ચિત ફિલ્મ JNU નું ટીઝર થયું રિલીઝ

JNU TEASER RELEASE : બોલિવૂડમાં ઘણી વખત એવી ફિલ્મો બનતી હોય છે, જેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન પૂરું પાડવાનો હોતો નથી. આવી ફિલ્મો દેશ અને સમાજના ગંભીર વિષય ઉપર ચર્ચા કરે…

JNU TEASER RELEASE : બોલિવૂડમાં ઘણી વખત એવી ફિલ્મો બનતી હોય છે, જેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન પૂરું પાડવાનો હોતો નથી. આવી ફિલ્મો દેશ અને સમાજના ગંભીર વિષય ઉપર ચર્ચા કરે છે. તાજેતરમાં જ બસ્તર નામની ફિલ્મ આવી હતી, જે માઓવાદ અને કોમમુનિસ્ટ વિચારધારા અને તેમના હિંસક વલણ વિષે વાત કરતી હતી. આ ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. ત્યારે હવે આ સૂચિમાં દિગ્દર્શક વિનય શર્મા ફિલ્મ JNU એટલે કે ‘જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ લઈને આવી રહ્યા છે. ‘JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ નું ટીઝર હાલ રીલીઝ કરવામાં આવ્યું છે.

 

‘JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ ફિલ્મમાં એક યુનિવર્સિટીની વાત કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતાં વિવાદો અને રાજકીય મુકાબલાઓ વિષે વધારે ચર્ચા કરવામાં આવે છે. આ ટીઝરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વૈચારિક લડાઈમાં ઊંડે સુધી રોકાયેલા બતાવવામાં આવ્યા છે. વધુમાં આ યુનિવર્સિટીમાં વિવિધ દૃષ્ટિકોણ સાથે ઉગ્ર ચર્ચાઓ અને સંઘર્ષો છે. ફિલ્મનું ટીઝર ગુનાહિત કાવતરું અને રાજદ્રોહના આરોપોની વાર્તા દર્શાવે છે.

આ ફિલ્મ વિનય શર્મા દ્વારા લખવામાં આવી છે અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ બોડકે, ઉર્વશી રૌતેલા, પીયૂષ મિશ્રા, રવિ કિશન, વિજય રાઝ, રશ્મિ દેસાઈ, અતુલ પાંડે છે. અને સોનાલ્લી સેગલ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો : કેરળમાં થલાપતિના ફેન્સ બન્યા બેકાબૂ, સુપરસ્ટાર વિજયની કાર થઈ ચકનાચૂર

 

Whatsapp share
facebook twitter