+

SARFIRA TRAILER : 1 રૂપિયામાં પ્લેનની યાત્રા કરાવવાનું સપનું લઈને આવી રહ્યો છે ‘SARFIRA’ અક્ષય કુમાર

SARFIRA TRAILER : છોટે મિયાં બડે મિયાંના ફ્લોપ થયા બાદ હવે અક્ષય કુમાર તેમની આગમી ફિલ્મનું ટ્રેલર લઈ આવી ગયા છે. અક્ષય કુમારની આ ફિલ્મનું નામ SARFIRA છે. દર્શકો અક્ષય…

SARFIRA TRAILER : છોટે મિયાં બડે મિયાંના ફ્લોપ થયા બાદ હવે અક્ષય કુમાર તેમની આગમી ફિલ્મનું ટ્રેલર લઈ આવી ગયા છે. અક્ષય કુમારની આ ફિલ્મનું નામ SARFIRA છે. દર્શકો અક્ષય કુમારની આ ફિલ્મની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. આ ટ્રેલરને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં ખૂબ જ દમદાર દેખાઈ રહ્યા છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં તેની છેલ્લી કેટલીક ફિલ્મો કરતાં વધુ mature અને impressive લાગી રહ્યા છે. આ ફિલ્મ સાઉથની એક સુપરહિટ ફિલ્મની રીમેક છે, ચાલો જાણીએ સમગ્ર બાબત

શું છે ફિલ્મની વાર્તા

અક્ષય કુમારની આ ફિલ્મ SARFIRA ની વાર્તા વીર મ્હાત્રે (અક્ષય કુમાર) ની આસપાસ ફરે છે, જે એક નાનકડા ગામમાં રહે છે. જે ખૂબ જ દેવાદાર છે. તેના (અક્ષય કુમાર) ખિસ્સામાં ભલે એક પૈસો ન હોય, પરંતુ તેના મનમાં એક મોટો બિઝનેસ આઈડિયા છે. તે પોતાનો બિઝનેસ આઈડિયા શેર કરવા માટે ભારતની સૌથી મોટી એરલાઈન કંપનીના માલિક પરેશ (પરેશ રાવલ)ને મળવાનો પ્રયાસ કરે છે. વીર મ્હાત્રે તેની પોતાની એર લાઇન્સ શરૂ કરવા અને 1 રૂપિયામાં લોકોને વિમાનમાં મુસાફરી કરાવવા બધા જ પૂરતા પ્રયાસ કરતાં જોવા મળી રહ્યો છે.

શું તેઓ પોતાનું સપનું પૂરું કરી શકશે? અને હા તો કેવી રીતે, તેના માટે તો ફિલ્મ જોવી રહી. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ હ્રદયસ્પર્શી છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં ખૂબ જ દમદાર લાગી રહ્યા છે. તેઓ આ ટ્રેલરમાં તેના ગંભીર અભિનયથી ચોક્કસપણે લોકોનું તે દિલ જીતી લેશે.

સૂર્યાની આ ફિલ્મની રીમેક છે SARFIRA

પરંતુ શું તમને ખબર છે કે અક્ષય કુમારની આ ફિલ્મ સાઉથની વર્ષ 2020 માં આવેલી સુપરહિટ ફિલ્મ Soorarai Pottru ની રીમેક છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સૂર્યા જોવા મળ્યા હતા. સરફિરાનું નિર્દેશન સુધા કોંગારા પ્રસાદે કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે અક્ષય કુમારની આ હિન્દી રિમેક બોક્સ ઓફિસ પર સફળ થાય છે કે નિષ્ફળ જાય છે. આ ફિલ્મ 12 જુલાઇનો રોજ સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો : Gujarat High Court આમિરનના પુત્રની વધી મુશ્કેલીઓ, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝડકો

Whatsapp share
facebook twitter