+

દિવાળીના દિવસે TIGER 3 એ કર્યો BOX OFFICE ઉપર ધમાકો, જાણો કેટલી રહી કમાણી

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર TIGER 3 દિવાળીના દિવસે એટલે કે રવિવારે રિલીઝ થઈ. ઘણા દિવસોથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવાથી દર્શકો…

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર TIGER 3 દિવાળીના દિવસે એટલે કે રવિવારે રિલીઝ થઈ. ઘણા દિવસોથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવાથી દર્શકો ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા. ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પછી સલમાન અને કેટરિનાની સ્પાઇ ફિલ્મના આ ત્રીજા ઈન્સ્ટોલમેન્ટે પહેલા દિવસની કમાણી સામે આવી છે જે ખરેખર ચોંકાવારી છે.

TIGER 3 એ કરી દિવાળી પર ધમાકેદાર શુરૂઆત 

TIGER 3 એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલા દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કહેવું પડશે કે સલમાનની ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરોમાં ગયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ટાઇગર 3 તેના પ્રથમ દિવસે 40 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. આ ફિલ્મે 44.50 કરોડ જેટલી કમાણી કરી છે. આ ફિલ્મે તમામ ભાષાઓમાં 44.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

સોમવારે ફિલ્મ કરી શકે છે આટલી કમાણી 

મળતા રિપોર્ટ અનુસાર, ફિલ્મ બીજા દિવસે એટલે કે સોમવારે લગભગ 25 કરોડની કમાણી કરી શકે છે. વાસ્તવમાં તે પહેલા દિવસ કરતા ઓછો હશે, પરંતુ ફિલ્મ રવિવારે રિલીઝ થઇ હોવાથી, સોમવારથી અઠવાડિયું શરૂ થાય છે, અને આજે કોઈ રજા નથી, તેથી કુલ કલેક્શનમાં ઘટાડો જોવા મળશે. પહેલા દિવસની કમાણી અને બીજા દિવસના અંદાજને જોતા ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

ફિલ્મ ત્રણ દિવસમાં નીકળી શકે છે 100 કરોડને પાર 

પહેલા દિવસની કમાણી અને બીજા દિવસના અંદાજને જોતા ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. ફિલ્મ ‘TIGER 3’માં સલમાન ખાન ટાઈગરના રોલમાં અને કેટરિના કૈફ ઝોયાના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં વિલન તરીકે નવો ચહેરો છે. ઈમરાન હાશ્મી, જે ફિલ્મોમાં પોતાની રોમેન્ટિક ભૂમિકાઓ માટે જાણીતો છે, તે આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. જેથી દર્શકો તેને નવી રીતે જોઈ શકશે. ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પછી હવે ‘TIGER 3’ નજીકના ભવિષ્યમાં કેટલી કમાણી કરશે તે જોવું અગત્યનું રહેશે.

આ પણ વાંચો — સુપ્રિયા પાઠક સાથે થોડી ગપશપ 

 

 

Whatsapp share
facebook twitter