+

એવું લાગે છે કે વ્હીલચેરમાં બેસીને કામ માંગવા જઈ રહ્યો છું-અનુપમ ખેર

પીઢ અભિનેતા અનુપમ ખેરે તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે તે એક અલગ જ છાપ છોડી જાય છે.…

પીઢ અભિનેતા અનુપમ ખેરે તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે તે એક અલગ જ છાપ છોડી જાય છે.

મુંબઈમાં આયોજિત ડિઝની પ્લસ હોટસ્ટારની શ્રેણી ‘ધ ફ્રીલાન્સર ધ કન્ક્લુઝન’ની પ્રેસ કોન્ફરન્સના અવસર પર એક વાતચીત દરમિયાન અભિનેતા અનુપમ ખેરે કહ્યું કે અભિનય એ ડાબા હાથની રમત જ નથી. આજે પણ તે સારા કામ માટે સંઘર્ષ કરે છે. અને, તે કામની શોધમાં આજે ય મનપસંદ નિર્અમાતા-દિગ્નેદર્શકને મળવા જાય છે. પોતાના પરિચિતો સાથે ભોજન કરે છે. અન્ન માત્ર એક બહાનું છે, ખરું કામ તો કામ માંગવાનું છે.

નિર્માતા અને સર્જક નીરજ પાંડેની શ્રેણી ‘ધ ફ્રીલાન્સર‘ની બીજી સીઝન 15 ડિસેમ્બરથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. અભિનેતા અનુપમ ખેર ફરી એકવાર ડૉ. આરિફ અજમલ ખાનના રોલમાં જોવા મળશે. અનુપમ ખેર ઘણા સમયથી એક્ટિંગમાં સક્રિય છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અનુપમ ખેરને પૂછવામાં આવ્યું કે હવે એક્ટિંગ તેમના ડાબા હાથની રમત બની જશે. અનુપમ ખેરે કહ્યું, ‘અભિનય એ ડાબા હાથની રમત નથી. હૃદય, મન અને આખું શરીર હંમેશા આમાં સામેલ છે.

અભિનેતા અનુપમ ખેર કહે છે, ‘ધ ફ્રીલાન્સરમાં કામ કરવું મારા માટે ઓડિશન જેવું હતું. મને લાગ્યું કે જો મારું કામ સારું રહેશે તો મને તેની બીજી સિઝનમાં વધુ સારું કામ કરવાનો મોકો મળશે. ‘ધ ફ્રીલાન્સર ધ કન્ક્લુઝન’માં મારું પાત્ર પહેલી સીઝન કરતાં પણ વધુ અસરકારક છે. એક એક્ટર હોવાના કારણે મારા મનમાં ચોક્કસ લોભ છે કે હું દરેક ફ્રેમમાં જોવા મળવો જોઈએ. પરંતુ મારી માતા કહે છે કે વ્યક્તિએ ક્યારેય પૂર્ણ ક્ષમતાથી કામ ન કરવું જોઈએ જેથી આગામી ફિલ્મ કે સિરીઝમાં કામ કરવાની ભૂખ જળવાઈ રહે.

અભિનેતા અનુપમ ખેર આજે એવા તબક્કે છે કે તેમને કોઈની ઓફિસમાં જઈને કામ પૂછવાની જરૂર નથી. પરંતુ, અનુપમ ખેર કહે છે, ‘હું અઠવાડિયામાં એકવાર મારા મનપસંદ નિર્દેશકોને મળવા ચોક્કસ જાઉં છું. જમવાના બહાને હું એમને મળતો હોઉં તો પણ એની પાછળનો મારો હેતુ કામ માગવાનો હોય છે. લીજેંડ  શબ્દ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગે છે. જ્યારે હું આ શબ્દ સાંભળું છું, ત્યારે મને લાગે છે કે જાણે હું ક્રૉચ પકડીને અથવા વ્હીલ ચેરમાં બેસીને કામ કરવા જઈ રહ્યો છું.

Whatsapp share
facebook twitter