+

કેરળમાં થલાપતિના ફેન્સ બન્યા બેકાબૂ, સુપરસ્ટાર વિજયની કાર થઈ ચકનાચૂર

THALAPATHY VIJAY IN KERALA : થલાપતિ વિજયની લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં ખૂબ જ વધારે છે તે વાતમાં કોઈ શંકા નથી. પરંતુ થલાપતિ વિજય જ્યારે કેરળ પહોંચ્યા ત્યારે કઇંક એવું બન્યું કે…

THALAPATHY VIJAY IN KERALA : થલાપતિ વિજયની લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં ખૂબ જ વધારે છે તે વાતમાં કોઈ શંકા નથી. પરંતુ થલાપતિ વિજય જ્યારે કેરળ પહોંચ્યા ત્યારે કઇંક એવું બન્યું કે તેની કલ્પના પણ ન કરી શકાય. તાજેતરમાં થલાપતિ વિજય પોતાની આગામી ફિલ્મ GOAT ના શૂટિંગ માટે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. કેરળમાં તેમના ચાહકોએ તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પરંતુ એવું તો શું બન્યું કે આ બાબત ચર્ચાનો વિષય બની ચાલો જાણીએ.

સુપરસ્ટાર થલાપતિ વિજય 14 વર્ષ બાદ કેરળ પહોંચ્યા હતા

સુપરસ્ટાર થલાપતિ વિજય 14 વર્ષ બાદ કેરળ પહોંચ્યા હતા. તેમની લોકપ્રિયતા કેરળમાં પણ પોતાના રાજ્ય તમિલનાળુ જેટલી જ છે. તેઓ કેરળમાં 9 વર્ષ બાદ પહોંચ્યા હતા. એટલે માટે તેમના ફેન્સ ખૂબ જ મોટી સંખ્યામાં તેમની ઝલક મેળવવા તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ હતી. સ્થિતિ એવી હતી કે જ્યારે અભિનેતા કાર દ્વારા હોટલ જવા નીકળ્યો ત્યારે ચાહકોની ભીડ તેની પાછળ પડી અને આ દરમિયાન તેની કારને નુકસાન થયું. કારના કાચ વગેરે તૂટી ગયા છે. અભિનેતાની તૂટેલી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કારનો કાચ તૂટી ગયો, ઘણા ડેન્ટ્સ પણ પડ્યા 

વિજય જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તેને ચાહકોએ નુકસાન પહોંચાડ્યું હતું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કારનો કાચ પણ તૂટી ગયો છે. ઉપરાંત, કાર પર ઘણા ડેન્ટ્સ દેખાય છે. થલાપતિ વિજયને આ ઘટનામાં કોઈ ઇજા થઈ હોય તેવું હજી સુધી સામે આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા વિજય ‘GOAT’ ના શૂટિંગ માટે આવતા અઠવાડિયા સુધી કેરળમાં રહેશે. અહેવાલો અનુસાર, થલાપતિ વિજય 14 વર્ષ બાદ કેરળ પહોંચ્યા હતા જ્યાં ચાહકો તેને તેમની વચ્ચે જોઈને બેકાબૂ થઈ ગયા હતા.

GOAT હોઈ શકે છે થલાપતિની અંતિમ ફિલ્મ 

હાલમાં જ સુપરસ્ટાર થલાપતી વિજયે તમિઝાગા વેત્રી કઝગમ (TVK) નામની તેમની પાર્ટી શરૂ કરીને તમિલનાડુના રાજકારણમાં તેમના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી હતી. તેઓની આ પાર્ટી 2026 તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે તૈયાર છે. ત્યારે પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજનીતિમાં પ્રવેશ બાદ વિજય ફિલ્મી કરિયર છોડી શકે છે. એટલે માટે ‘GOAT’ તેમની અંતિમ ફિલ્મ હોઈ શકે છે. આ કારણે તેમના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મને વેંકટ પ્રભુ દ્વારા ડાઇરેક્ટ કરવામાં આવી છે. ‘GOAT’ ફિલ્મના રિલીઝ ડેટ વિષે હજી સુધી જોઈ યોગ્ય વિગત સામે આવી નથી.

આ પણ વાંચો : Rajkumar Santoshi : બોલિવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને શરતી જામીન, જાણો શું છે સમગ્ર મામલો ?

Whatsapp share
facebook twitter