+

અભિનેત્રી જયા પ્રદાને પોલીસે ‘ફરાર’ જાહેર કરી, આપ્યા ધરપકડના આદેશ

બોલીવુડની એક સમયની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદાને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી જયા પ્રદા રામપુરના પૂર્વ સાંસદન પણ રહી ચૂકી છે. હાલ તે ખૂબ…

બોલીવુડની એક સમયની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદાને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી જયા પ્રદા રામપુરના પૂર્વ સાંસદન પણ રહી ચૂકી છે. હાલ તે ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે અભિનેત્રીને રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ફરાર જાહેર કરી છે. કોર્ટે અભિનેત્રીને શોધીને તેને 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ જારી કર્યો છે. ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં સતત હાજર ન થવાના કારણે કોર્ટે આ કાર્યવાહી કરી છે.

જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતાના બે કેસ નોંધાયા હતા

હવે અભિનેત્રી જયા પ્રદાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો. સમગ્ર બાબત એમ છે કે, વર્ષ 2019માં લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતાના બે કેસ નોંધાયા હતા. આ કેસની સુનાવણી રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ચાલી રહી છે.

જયા પ્રદાએ દર વખતે સમન્સની અવગણના કરી

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે બંને કેસમાં રામપુરના પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ અનેક વખત સમન્સ જારી કર્યા છે. જોકે, પૂર્વ સાંસદે દર વખતે સમન્સની અવગણના કરી હતી અને કોર્ટમાં હાજર થયા ન હતા. આ પછી પોલીસે જયા પ્રદા વિરુદ્ધ અલગ-અલગ તારીખે સાત વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આમ છતાં રામપુર પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.

જયા પ્રદા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે – રામપુર પોલીસ

અભિનેત્રી જયા પ્રદાના આ કેસ અંગ રામપુર પોલીસે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતી વખતે કહ્યું છે કે પૂર્વ સાંસદ જયા પ્રદા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના તમામ મોબાઈલ નંબર પણ સતત સ્વીચ ઓફ છે. તિવારીએ વધુમાં કહ્યું કે પૂર્વ સાંસદના આ વર્તનને જોઈને જજ શોભિત બંસલે તેમની સામે કડક વલણ અપનાવ્યું છે અને જયા પ્રદાને ફરાર જાહેર કરી દીધા છે. કોર્ટે રામપુરના પોલીસ અધિક્ષકને વિસ્તારના પોલીસ અધિકારીના નેતૃત્વમાં એક ટીમ બનાવવાનો આદેશ જારી કર્યો છે અને જયા પ્રદાની ધરપકડ કરીને આગામી સુનાવણીની તારીખ 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો — Sidhu Moosewala ની માતા 56 વર્ષમાં બીજી વખત ગર્ભવતી થઈ, આ મહિને બાળકને જન્મ આપશે…

Whatsapp share
facebook twitter